- Gujarati News
- Sports
- Saina Nehwal Said Badminton League Should Be Played Like Other Sports. Ahmedabad Chiripal Group Sports Festival
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ શુક્રવારે અમદાવાદમાં ચિરીપાલ ગ્રૂપના સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં સામેલ થઈ હતી. સાઈનાએ જાપાની ખેલાડીઓના ફિટનેસવાળા રહસ્ય મુદ્દે વાત કરતાં કહ્યું કે, ‘જો આપણે જાપાનીઝ ખેલાડીઓ જેવા ફિટનેસ રુટીનને અપનાવીશું તો પરિણામ પણ ઘણું સારું આવશે. તેઓ મેચ પહેલા અને પછી 30 મિનિટ દોડતા હોય છે. જે ફિટનેસ લેવલને અનોખા સ્તરે પહોંચાડે છે. આ જાપાનીઝ ખેલાડીઓનું રુટિન હોય છે. તેઓ મેચ બાદ પણ તુરંત રિકવરી મોડમાં નથી જતા. તમે જો સપ્તાહમાં 3-4 દિવસ ના રમો તો સ્ટેમિના ડ્રોપ થાય એવામાં ફિટનેસ જાળવી રાખવી મોટો પડકાર હોય છે. ભારતીય ખેલાડીઓ પણ તેને અપનાવી રહ્યાં છે. તેથી ભારતીય શટલર્સની સંખ્યા વધી રહી છે. ‘
હવેની જનરેશનને મોબાઈલનું વળગણ છે, તેનો ત્યાગ કરવો જોઈએ સાઈનાએ હાલમાં ભારતીય મહિલા શટલર્સની સ્થિતિ પર વાત કરતાં કહ્યું કે, ‘હાલ થોડો ગેપ જોવા મળે છે. ચીન પાવરહાઉસ છે અને આપણે બની રહ્યાં છે. પરિણામ આવવામાં સમય લાગી રહ્યો છે. હું અને સિંધુ હાર્ડ સ્મેશર્સ હતા, ફાસ્ટ મૂવ કરતા અને અમારા બન્નેમાં અંત સુધી હાર ના માનવાનો એટિટ્યૂડ રહેતો હોવાને કારણે પરિણામ મળતા હતા. આજકાલની યુવા પેઢી આ મામલે થોડી ઢીલી પડી રહી છે, આ સમસ્યા ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ જોવા મળે છે. કદાચ મોબાઈલનું વણગણ તેનું કારણ હોય. પણ સફળતા માટે ત્યારે એનો પણ ત્યાગ આપવો જોઈએ.’
ખેલાડીઓ મેડલ મિસ કરે તો તેમને વધુ દુ:ખ થાય છે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય શટલર્સના પ્રદર્શન મુદ્દે સાઈનાએ કહ્યું કે, ‘તમામ હરીફ પણ સારું જ રમ્યા છે, ઓલિમ્પિકમાં તમે જાવ અને મેડલ મળી જાય એવું નથી હોતું. ત્યાં દબાણ સામાન્ય ટુર્નામેન્ટ કરતા 3-4 ગણું વધારે રહે છે, લક્ષ્ય મેચમાં જીતી શકતો હતો પરંતુ દબાણમાં ઘણીવાર હારનો સામનો કરવો પડે છે. તે આ વાતને અનુભવ સાથે શીખશે. લક્ષ્ય પહેલીવાર ઓલિમ્પિકમાં હતો એટલે એવું સમજી શકીએ, પરંતુ જો આગળ તે આમ કરે તો તે મોટી ભૂલ ગણાશે. જ્યારે સાત્વિક-ચિરાગ પાસેથી મને પણ આશા હતી. પહેલા સેટમાં તેઓ આગળ હતા અને બીજા સેટમાં પણ લીડ મેળવ્યા બાદ હાર્યા, સિંધુ સારું રમી તો તેની હરીફ વધુ સારું રમી. ખેલાડીઓ પણ મેડલ મિસ કરે તો તેમને ઘણું દુઃખ થાય છે.’
અન્ય રમતોની જેમ બેડમિન્ટનની પણ લીગ રમાવવી જોઈએ દેશમાં બેડમિન્ટનના વિકાસ મુદ્દે સાઈનાએ કહ્યું કે, ‘બેડમિન્ટન સહિતની રમતોમાં પણ લીગ હોવી જોઈએ, હાલ લીગ માત્ર અમુક જ રમતોમાં જોવા મળે છે. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કબડ્ડી અને ક્રિકેટની જ લીગ છે. જો આમાં પણ લીગ થશે તો લોકો મેચ જોતા થશે. દેશમાં રમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો છે. ટોચના પ્લેયર્સને ગોપીચંદ કે પાદુકોણ એકેડમીમાં જેવા કોચ પાસે ટ્રેનિંગ મળે છે. હાઈલેવલના આવા જ કોચ જો ગ્રાસરુટ પર 5-10 વર્ષના બાળકને ટ્રેનિંગ આપે તો વિચારો કેવા પરિણામ આવશે.’
હવે ખેલાડીઓ પાસે સ્લિપ કોચ પણ હોય છે ‘છેલ્લા 5-7 વર્ષની વાત કરીએ તો દરેક ખેલાડીઓ પાસે મેન્ટલ હેલ્થ કોચ તો હોય જ છે. હાલ તો ખેલાડીઓ પાસે સ્લીપ કોચ પણ હોય છે. મને તો મારો પ્રથમ ફિઝિયો 19 વર્ષની વયે મળ્યો હતો. ટેનિસ સ્ટાર જોકોવિચ એ એક સારી વાત કહી હતી કે- જો તમે દબાણનો સામનો ના કરી શકો તો તમે ખેલાડી નથી. પરંતુ, એક વાત એ પણ છે કે તમે ગમે તેટલા મેન્ટલ હેલ્થ કોચ રાખો અને ટ્રેનિંગ કરો તમે કોર્ટ પર ઉતરો એટલે દબાણ તો અનુભવશો જ. મેં 9 વર્ષની ઉંમરે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. જોકે, ચીનમાં 4-5 વર્ષની વયે જ બાળકો રમતમાં જોડાઈ જતા હોય છે.’