2 કલાક પેહલા
- કૉપી લિંક
ફેમસ ટીવી સ્ટાર કુશલ ટંડન અને શિવાંગી જોશી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ વાતની પુષ્ટિ ખુદ અભિનેતાએ કરી છે. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે અત્યારે લગ્ન કરવા નથી માંગતો. પરંતુ અમે એક રિલશનમાં છીએ, જેને અમે ધીમે ધીમે આગળ લઈ જઈ રહ્યા છીએ. જોકે, કુશાલ સાથે ડેટિંગના સમાચાર પર શિવાંગીએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
E Times TV સાથેની વાતચીતમાં કુશલ ટંડને શિવાંગી જોશી સાથેના તેના સંબંધો અને લગ્ન વિશે વાત કરી હતી. કુશલે કહ્યું, ‘હું અત્યારે લગ્ન કરવા નથી માંગતો. પણ હા, હું ચોક્કસ રિલેશનશિપમાં છું. અમે તેને ધીમે ધીમે આગળ લઈ જઈ રહ્યા છીએ. મારી માતા મારા જલ્દી લગ્ન કરાવવા માંગે છે. જો તેમને તક મળે તો તે આજે જ મારા લગ્ન કરાવી દેશે.
પોતાના લગ્ન વિશે વાત કરતા કુશાલ ટંડને કહ્યું, ‘મને મારો લેડી લવ મળી ગયો છે. હવે મારા માતા-પિતાને મારા માટે જીવનસાથી શોધવાની જરૂર નથી અને જો લગ્નની વાત હોય તો ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે.
કુશલ-શિવાંગી ‘બરસાતેં-મૌસમ પ્યાર કા’માં જોવા મળ્યા હતા. કુશલ ટંડન અને શિવાંગી જોશી ટીવી સીરિયલ ‘બરસાતેં- મૌસમ પ્યાર કા’માં જોવા મળ્યા હતા. બંનેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી. એવું કહેવાય છે કે શૂટિંગ દરમિયાન તેમની મિત્રતા ગાઢ બની અને પછી તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા.
કુશાલ ગૌહર ખાન સાથે રિલેશનશિપમાં હતો કુશાલ ટંડન આ પહેલા ગૌહર ખાનને પણ ડેટ કરી ચૂક્યો છે. બંને ‘બિગ બોસ 7’માં પણ જોવા મળ્યા હતા. જો કે, એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી બન્નેનું બ્રેકઅપ થઇ ગયું હતું.