ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે વરસાદ ચાલુ થઈ ગયો છે. થોડીવાર જ વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં જિલ્લામાં સાર્વત્રિક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી જવા પામ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી છલકાઇ ગયા છે. ડાંગ જિલ્લામાં ગત ત્રણ – ચાર દિવસથી ધ
.
જિલ્લામાં છેલ્લા ચાર- પાંચ દિવસથી મેઘરાજાએ વિધિવત રીતે પધરામણી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગતરોજથી રાત્રિના અરસાથી ડાંગ જિલ્લામાં સાર્વત્રિક રીતનો ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જેને લઈને જિલ્લાની ચારેય નદીઓમાં અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણાં નદી પાણીના પ્રવાહ સાથે બન્ને કાંઠે વહેવા લાગી હતી. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ચોમાસા દરમિયાન ખેડૂતો મોટાભાગે ડાંગરની ખેતી કરે છે. ડાંગરનો પાક તૈયાર થઇ ગયો છે. જો કે હજી સુધી ખેડૂતોએ પોતાના ડાંગરના પાકની કાપણી શરુ કરી નથી. બીજી તરફ જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામા આવી છે, તેને જોતા જો વરસાદ આજ પ્રમાણે પડશે તો ખેડૂતોને ઘણું આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવશે.