46 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક સમય એવો હતો કે જ્યારે ઇજિપ્તની મુલાકાતે આવતા પ્રવાસીઓ પિરામિડની ઊંચાઈનો આનંદ માણ્યા વિના પાછા ફરતા ન હતા. આ વાત હવે ભૂતકાળ છે. હવે જો તમે પિરામિડ પર ચઢતા પકડાઈ જાવ તો તમારે માત્ર દંડ જ નહીં ભરવો પડે પરંતુ તમારે જેલ પણ જવું પડી શકે છે. 51.5 ડિગ્રી પર નમેલા વિશ્વની અજાયબીઓમાં સામેલ પિરામિડ પર ચઢવું એટલું મુશ્કેલ નથી, પરંતુ તેમાંથી નીચે ઉતરવું ઘણું મુશ્કેલ માનવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાઇરલ થાય છે જેને જોઈને લાખો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ગીઝાના પિરામિડ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ વિશાળ પિરામિડ લગભગ 448 ફૂટ જેટલો ઊંચો છે. પરંતુ તમને સાંભળીને નવાઈ લાગશે કે આ પિરામિડ પર એક કૂતરો ચઢી ગયો. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ વીડિયો પેરાગ્લાઈડરે કેપ્ચર કર્યો છે. જ્યારે આ પેરેગ્લાઈડર આકાશમાંથી પિરામિડની મજા માણી રહ્યો હતો, ત્યારે તેની નજર પિરામિડની ટોચ પર પડી અને તે ચોંકી ગયો. તેણે જોયું કે એક કૂતરું પિરામિડ પર આરામ કરી રહ્યું હતું. આ દૃશ્યે સૌને ચોંકાવી દીધા. આ કૂતરું ગીઝાના 448 ફૂટ ઊંચા પિરામિડ પર કેવી રીતે ચઢ્યું? આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ તે વાઈરલ થવા લાગ્યો હતો. લોકોએ આ વીડિયોને ઘણો પસંદ કર્યો છે.
CNNના અહેવાલ અનુસાર, તેણે કહ્યું, ‘અમે પિરામિડની ટોચ પર કંઈક જોયું. લોકો કૂતરાની બહાદુરીના વખાણ કરતાં પોતાને રોકી શક્યા નહીં. મોશર આ અસામાન્ય વસ્તુ જોઈને વિચારમાં પડી ગયો હતો.
શું કૂતરો નીચે ઉતર્યો? મોશેરે કહ્યું કે આ કૂતરો પિરામિડની આસપાસ રહેતા કૂતરાઓમાંનો એક હતો. તેના માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજા દિવસે પિરામિડ પર પેરાગ્લાઈડિંગ કરીને કૂતરાને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ પ્રયાસ અસફળ રહ્યો. એક દિવસ પછી તેના સંબંધિત અપડેટ જાહેર કરવામાં આવે છે. જેમાં કૂતરો સુરક્ષિત પોતાની મેળે પિરામિડમાંથી નીચે ઉતરવાની માહિતી આપવામાં આવે છે. જેને સંબંધિત એક વીડિયો પણ સામે આવે છે.
વીડિયોમાં લોકોની ફની કોમેન્ટ્સ લોકોએ આ વીડિયો પર ફની કોમેન્ટ પણ કરી છે. એક યુઝર્સે કન્સર્ન બતાવતા લખ્યું, ‘આશા છે કે તે સુરક્ષિત રીતે ઉતરશે.’ અન્ય યુઝર્સે મજાકમાં લખ્યું, ‘આ કૂતરો નથી… ઈજિપ્તના દેવતા છે’. એક યુઝરે લખ્યું- દરેક કૂતરાનો દિવસ આવે છે, તો બીજાએ લખ્યું- આ કૂતરો જેલ જશે.