સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આજે ધારાસભ્ય વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ આપવા સરકાર તમારા દ્વારેના આશયથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 1296 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. 55માંથી 23 પ્રકારની સેવાનો
.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ નાગરિકોની રજૂઆતોનો ઉકેલ ઝડપથી આવે તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો સહિતની 55 જેટલી સેવાઓનો લાભ અપાય છે.
હિંમતનગરના છાપરીયા વિસ્તારના વિનાયકનગરમાં મમતા વિકલાંગ શિશુ વિહાર સ્કૂલમાં શનિવારે પાલિકાના વોર્ડ નંબર 2,7,8 અને 9ના રહીશોને ઘરઆંગણે વિવિધ સેવાઓનો લાભ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 55 પ્રકારની સેવામાંથી 23 પ્રકારની સેવાના લાભ માટે 1296 અરજીઓ આવી હતી. જેનો નિકાલ થયો હતો. 23માંથી સૌથી વધુ 604 અરજદારો હેલ્થ વેલનેશ કાર્ડ (ડાયાબિટીઝ અને બીપીની ચકાસણીના હતા) સૌથી ઓછા બે અરજદારો રાષ્ટ્રીય વૃદ્ધ પેન્સન યોજના અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાના લાભાર્થી હતા.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, નગરપાલિકાના સભ્ય ગોપાલ પ્રજાપતિ, ડીકુલ ગાંધી, જીનલ પટેલ, વર્ષાબેન મિસ્ત્રી, હંસાબેન તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.