વડોદરા શહેર પીસીબી દ્વારા ઘરફોડ ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોને પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ખેર ઉર્ફે બજરંગી મોહનભાઈ ભારતીય ( રહે અવધ વિહાર સોસાયટી, કોઈલી ગામ વડોદરા, મૂળ રહે ઠાના ઉત્તરપ્રદેશ) ની પાસા હેઠળ અટકાય
.
છેતરપિંડીની ફરીયાદ નોંધાઈ વડોદરાના મકરપુરા વિસ્તારની નારાયણ પાર્ક સોસાયટીમાં રહેતા હિસાબીન સારંગપુર કોઠારીયાની મકરપુરા જીઆઇડીસીમાં સારંગ સ્પ્રિંગ મેન્યુફેક્ચરિંગ નામની ઓટો મોબાઇલ અને ઈલેક્ટ્રીક સાધનોની સ્પ્રિંગ બનાવવાની ફેક્ટરી છે.
માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે રાકેશભાઈ ગોસાઈ કામ કરતા હતા. લેબર તરીકે કામ કરતા કર્મચારીઓના પીએફના 4.70 લાખ તથા ઈએસઆઇના 1.23 લાખ અને જીએસટીના 5.21 લાખ મળી કુલ 11.15 લાખ અમે રાકેશ ગોસાઈને જે તે સમયે ચૂકવી આપ્યા હતા. તેમ છતાં જીએસટી પેટે વધુ ચૂકવવા પડશે તેમ કહીને 1.91 લાખ ખોટી રીતે મેળવી લીધા હતા. તેમજ લેબરના બોનસના પણ રૂપિયા મળી કુલ 13.12 લાખ રાકેશ ગોસાઈએ સરકારી કચેરીઓમાં ભર્યા ન હતા અને પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા.
સાઇટ સિનિયર સાઈટ એન્જિનિયરનું મોત વડોદરામાં સાવલી તાલુકાના રાણીપુરા ગામની નર્મદા માઇનોર કેનાલ ઉપર બ્રિજનું કામ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે ચાલી રહ્યું છે. સાંજના સુમારે આ બ્રિજના કામ દરમ્યાન લોખંડની ભારે ગડર ક્રેનથી ઊંચકી હટાવાતી હતી ત્યારે પ્રીમિયર એન્જિનિયરિંગ એન્ડ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરતા સિનિયર સાઈટ એન્જિનિયર રનિત રનથ ભદ્રા (રહે.પશ્ચિમ બંગાળ) ગડરની બાજુમાં ઊભા રહી ગડર સાથે લગાવેલ બેલ્ટ ચેક કરતા હતા, ત્યારે ગડરનો ઝટકો અચાનક શરીરમાં વાગતા તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.