જૂનાગઢ શહેરમાં શનિવારે સવારે તડકો નીકળ્યો હતો. પણ બપોર બાદ અાકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા. બપોરે દોઢ વાગ્યાના અરસામાં તો દોલતપરાથી લઇને સાબલપુર સુધી હળવા છાંટા પણ પડ્યા હતા. જોકે, ત્યારબાદ વરસાદ થંભી ગયો હતો. પણ નમતી બપોરથી ફરી અાકાશમાં વીજળીના ચમકા
.
બપોરે 1:42 આકાશમાં વાદળો હતા છતાં સેટેલાઇનમાં ન દેખાયા
નદી-તળાવ ભરેલા હોય, જમીન ભીની હોય અને તડકો પડે ત્યારે અાવો વરસાદ અાવે: નિષ્ણાંત
શનિવારે જૂનાગઢ સહિત જ્યાં પણ વરસાદ થયો અે બધોજ સ્થાનિક સીસ્ટમનો હતો. અાવો વરસાદ ચોમાસું બેસવાનું હોય અથવા વિદાય લેવાનું હોય ત્યારે અાવતો હોય છે. જેમાં વાદળો માંડ 2 થી 3 કિમીની ઉંચાઇઅે હોય છે. અાવું હજી 2થી 3 દિવસ રહેશે. આને સ્પોટ મોન્સુન પણ કહેવાય. જોકે, સત્તાવાર ચોમાસાએ તો વિદાય જ લઇ લીધી છે. અત્યારનો વરસાદ જમીનની સપાટી પર નદીઓ વહેતી હોય, તળાવો, ડેમો ભરેલા હોય અને જમીન પણ ભેજવાળી હોય ઉપરાંત આકાશમાં મીડલ લેવલે ભેજ હોય ત્યારે આવી સીસ્ટમ બંધાય. > ધીમંત વઘાસીયા, કૃષિ હવામાન વિભાગ
ક્યારેક વાદળો ઇન્સેટ ચિત્રમાં ન પણ બતાવે
જૂનાગઢ શહેર સહિત આખા સૌરાષ્ટ્રમાં બપોરે પોણાબે વાગ્યાના અરસામાં ઇન્સેટ ચિત્ર જોતાં સીસ્ટમજ નહોતી દેખાતી. છતાં આકાશમાં ઘટાટોપ વાદળો દેખાતા હતા. આવું ત્યારે થાય જ્યારે વાદળો હજી ડેવલપ થતા હોય બહુ ઓછા વિસ્તારમાં હોય ત્યારે સેટેલાઇટના કેમેરામાં તે રીફ્લેક્ટ ન પણ થાય. જ્યારે સાંજે 6:12 વાગ્યે જે વરસાદ થયો એ વખતે આખા સૌરાષ્ટ્રમાં ઘટાટોપ વાદળો દેખાતા હતા. એમ પણ હવામાન નિષ્ણાંતોનું કહેવું છે.