વલસાડના વાપી તાલુકામાં એક શ્રમિક પરિવાર રહે છે. 17મી ઓક્ટોબરના રોજ સગીરાની માતા વાપીના બજારમાં શાકભાજી અને સામાનની ખરીદી કરવા ગયા હતા. ત્યારે તેમના દીકરાનો ફોન આવ્યો હતો અને તેની નાની બહેન ઘરે ન હોવાનું જણાવ્યું હતું. જેથી સગીરાની માતા તાત્કાલિક ઘરે
.
વાપી તાલુકામાં રહેતા શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરાને નજીકમાં રહેતા કોઈ યુવકે મિત્રતા કેળવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે વાતચીત દરમિયાન સગીરાને લોભામણી લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી. સગીરાની માતા 17મી ઓક્ટોબરના રોજ સગીરાને ઘરે રહેવા જણાવી વાપી બજારમાં સામાન ખરીદી કરવા ગઈ હતી. જે દરમિયાન સગીરાને અજાણ્યા ઇસમે લોભામણી લાલચ આપી અપહરણ કરી ગયો હતો. સગીરાનો ભાઈ નોકરી ઉપરથી પરત આવ્યો ત્યારે ઘરે કોઈ ન મળતા સગીરાના ભાઈએ તાત્કાલિક તેની માતાને ફોન કરી સગીરા અંગે પૂછતાં સગીરા ઘરે ન હોવાનું જણાવ્યું હતું.
સગીરાની માતા તાત્કાલિક બજારમાંથી પરત આવી ઘરની આજુબાજુના વિસ્તારમાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી. સગીરા ક્યાંય મળી ન આવતા છેવટે વાપી અને વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળો અને સંભવિત વિસ્તારોમાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી. જોકે, સગીરા ક્યાંય મળી આની ન હતી. પરિવારના સભ્યોએ સગીરાની બહેનપણીઓ અને સાગા સંબંધીઓને ત્યાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી. સગીરા ક્યાં મળી ન આવતા પરિવારના સભ્યોએ વાપી ટાઉન પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસની ટીમે સગીરાના ઘરની આજુબાજુના વિસ્તારના અને વાપી રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સાથે રીક્ષા અને ઇકો કારના પિકઅપ અને ડ્રોપ સ્ટેન્ડના CCTV ફૂટેજ ચેક કરી સગીરાના અપહરણ કેસનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા.