2 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું મુંબઈનું ઘર તૈયાર છે. છેલ્લા ઘણા સમયથી બાંદ્રા સ્થિત તેમના ઘરે કામ ચાલી રહ્યું હતું અને આ દરમિયાન કપલ આ નિર્માણાધીન બિલ્ડીંગ પાસે ઘણી વખત જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ઘરની તસવીરો સામે આવી રહી છે અને હવે જ્યારે આ ઘર તૈયાર છે, તો તેનો વીડિયો સામે આવ્યો છે. જો કે, આ વિડિયો પર લોકોની પ્રતિક્રિયા અવી નથી જે ઘણા લોકોએ વિચારી હતી. 250 કરોડના ખર્ચે બનેલા આ ઘરને જોઈને મોટાભાગના લોકો પ્રભાવિત થયા નથી.
ચાહકોને ન ગમ્યુ આલિયાનું નવું ઘર પાપારાઝીએ ઈન્સ્ટાગ્રામ પર આ ઘરનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં એક બહુમાળી ઈમારત જોઈ શકાય છે જેનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. લગભગ 6 માળની આ ઇમારતનું નામ રણબીર કપૂરના પરદાદી કૃષ્ણા રાજ કપૂરના નામ પરથી રાખવામાં આવ્યું છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે સાથે મળીને આ ઘરનો રંગ ગ્રે કરવાનો નિર્ણય લીધો છે અને ઘણી લક્ઝુરિયસ બારીઓવાળા આ ઘરનો દેખાવ એકદમ મસ્ત છે. જો કે, લોકો આના પર કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું કદાચ કેટલાક ચાહકો માટે અરુચિકર હશે.
ચાહકોએ આવી કોમન્ટ કરી કોમેન્ટ સેક્શનમાં એક ફોલોઅરે લખ્યું, “શું બકવાસ છે. અમારી દિલ્હીના પોશ વિસ્તારોમાં આઓ અને બંગલા જુઓ, પછી તમને ખબર પડશે કે બંગલો કોને કહેવાય.” એક યુઝરે લખ્યું કે, “આ બંગલો છે? દિલ્હીના પીતમપુરામાં એક કિલોમીટરના અંતરે આવા 50 ઘર બનેલા છે.” એક યુઝરે લખ્યું કે- જો તેને બંગલો કહેવામાં આવે તો બંગલો શું કહેવાય. ક્યારેક દુબઈ આવો. અહીંના ટાઉન હાઉસ પણ આના કરતા સારા છે. એક યુઝરે લખ્યું- શું આ બંગલો છે? તે તો એક ઇમારત જેવું લાગે છે. તે પણ એકદમ સામાન્ય બિલ્ડીંગ. તો એક યૂઝર્સે તેને ગરીબોનું એન્ટેલિયા પણ કહ્યું છે
આલિયાની પાછલી ફિલ્મ ફ્લોપ રહી છે લોકોએ આ વીડિયો પર ઘણી સમાન કોમેન્ટ કરી છે. કોઈએ તેને એલ્વિશ યાદવનું ઘર ગણાવ્યું છે તો કોઈએ લખ્યું છે કે જો આ તેનું ઘર છે તો આલિયા અને રણબીર આટલા દિવસો સુધી ક્યાં રહ્યા હતા. લોકોએ આ વીડિયો પર ઘણી સમાન કોમેન્ટ કરી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટની અગાઉની ફિલ્મ જીગરા હતી જેને બહુ સકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો. હવે તે ટૂંક સમયમાં આલ્ફા નામની ફિલ્મમાં જોવા મળશે, જેનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે.
રણબીર અને આલિયાના નવા ઘર વિશે આ વર્ષની શરૂઆતમાં એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે રણબીર બંગલાને તેના અને આલિયાની પુત્રી રાહાના નામ પરથી નામ આપશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ રાહાને બોલિવૂડની ‘સૌથી નાની અને સૌથી અમીર સ્ટાર કિડ’ બનાવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રણબીર અને પરિવારે નવા બંગલા પર ‘250 કરોડ રૂપિયા’ ખર્ચ્યા છે અને તે શાહરુખ ખાનના ‘મન્નત’ અને અમિતાભ બચ્ચનના ‘જલસા’ને પાછળ છોડીને મુંબઈનો ‘સૌથી મોંઘો’ સેલિબ્રિટી બંગલો બનાવશે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંગલો તૈયાર થયા બાદ નીતુ કપૂર સહિત આખો કપૂર પરિવાર એક જ છત નીચે સાથે રહેશે. આલિયા અને રણબીર હાલમાં રાહા સાથે વાસ્તુમાં રહે છે