સુરતના વેસુ વિસ્તારમાં સોશિયલ મીડિયામાં છવાઈ જવાના ચક્કરમાં રસ્તા પર પોતાનો જીવ જોખમમાં મૂકીને એક બાઈક પર છ સવારી જઈને ઈન્સ્ટા રીલ બનાવી યુવાઓને ભારે પડી. ઈન્સ્ટાગ્રામનો આ વાઈરલ વીડિયો પોલીસની નજરે ચડતાં તુરંત જ બાઈક સહિત યુવાઓની ધરપકડ કરી તેમના વિરૂ
.
રીલ બનાવવા એક બાઈક પર છ સવારી હાલમાં યુવાનોમાં સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનું ઘેલું લાગ્યું છે. આ રીલ બનાવવા માટે યુવાનો પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે સુરતના ભેસુ વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં એક બાઈક પર 6 લોકો સવાર થઇ રીલ બનાવતા નજરે પડ્યા હતા. આ છ લોકો દ્વારા દોડતી બાઈક પર જોખમી રીતે રીલ પણ બનાવવામાં આવી રહી હતી. બે દિવસ પહેલાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થયો હતો.
બાઈકના આધારે યુવાઓની ધરપકડ કરી એક બાઈકમાં છ લોકો બેસીને ચલાવી રહ્યા હોવાનો વીડિયો પોલીસ પાસે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા બાઈકના નંબરના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આ બાઈક સાથે બે યુવાનોને પકડી પાડ્યા હતા. આ બાઈક પર બેસેલા અન્ય ચાર સગીર હોવાનું સામે આવ્યું હતું. અલથાણ પોલીસ દ્વારા આ બે યુવાનોને કાન પકડીને માફી મંગાવી હતી. આ સાથે જ તેમના વિરુદ્ધ B.N.S કલમ 281 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહિલા ઇન્ફ્લુએન્સરને વ્યૂ, લાઈક અને કોમેન્ટની ભૂખ ભારે પડી થોડા દિવસ પહેલા સુરતની મહિલા ઇન્ફ્લુએન્સરનો પોતાના જન્મદિવસ પર ગાડીના બોનટ પર બેસીને કેક કાપતો તેનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં કારના બોનેટ પર બેસીને મહિલા કેક કાપી રહી છે અને રાત્રિ દરમિયાન રોડ પર આતશબાજી કરવામાં આવી રહી હતી. વીડિયો વાયરલ થતાં જ પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસે આ મહિલા ઇન્ફ્લુએન્સર પર પોલીસ જાહેરનામાનો ભંગનો કેસ કર્યો હતો.