પોરબંદરના માર્કેટયાર્ડમાં ચોમાસાના પ્રારંભે જ ડ્રેગન ફ્રુટની આવક શરૂ થઈ છે હાલ પોરબંદરના માર્કેટયાર્ડમાં કરછ પંથકમાંથી પ્રતિદિન 3 હજાર કિલો ડ્રેગન ફ્રુટની આવક થઈ રહી છે.હાલ માર્કેટયાર્ડમાં ડ્રેગનના પ્રતિકીલોના રૂપિયા 70 થી 100 પહોંચ્યા છે.
.
પોરબંદરના માર્કેટયાર્ડમાં વિવિધ વિભાગોમાં સિઝન મુજબ વિવિધ વસ્તુઓની આવક થતી હોય છે પોરબંદરના માર્કેટયાર્ડમાં આવેલ ફ્રૂટ વિભાગમાં પણ સિઝન મુજબ ફ્રુટની આવક જોવા મળતી હોય છે યાર્ડમાં ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ ડ્રેગન ફ્રુટની આવક શરૂ થઈ ગઈ છે.હાલ યાર્ડમાં કરછ પંથકમાંથી પ્રતિદિન 100 થી 300 બોક્સ એટલે કે 1 હજારથી 3 હજાર કિલો ડ્રેગન ફ્રુટની આવક થઈ રહી છે.માર્કેટયાર્ડમાં હાલ ડ્રેગન ફ્રુટના પ્રતિકીલોના રૂપિયા 70 થી 100 ભાવ પહોંચ્યો છે જોકે હાલ પોરબંદરની બજારમાં ડ્રેગન ફ્રૂટ પ્રતિકીલો 120 થી 200 રૂપિયા કિલો વેચાણ થઈ રહ્યું છે.
લોકલ ખેડૂતોની પણ આવક
પોરબંદરના માર્કેટયાર્ડમાં ડ્રેગન ફ્રુટની કરછ પંથકમાંથી પુષ્કળ આવક નોંધાઈ રહી છે તો પોરબંદર જિલ્લામાં પણ અમૂલ ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી કરતા હોવાથી લોકલ ખેડૂતો પાસેથી પણ નજીવી આવક થઈ રહી છે.