- Gujarati News
- International
- How Israel Killed Sinwar Targeted Building After Infrared Scanning, Israeli Defense Releases 2 New VIDEOS
24 મિનિટ પેહલા
- કૉપી લિંક
હમાસ આતંકવાદી સંગઠનના વડા યાહ્યા સિનવારના મોતના બે નવા વીડિયો સામે આવ્યા છે. એક વિડિયોમાં તેને ઇન્ફ્રારેડ કેમેરા દ્વારા જોયા પછી તેને શૂટ કરવામાં આવે છે. બીજા વીડિયોમાં આ સમગ્ર ઓપરેશનના ફૂટેજ છે. પહેલા વીડિયોમાં એક ઈમારત દેખાઈ રહી છે. તે પછી તેમાં કેટલીક બારીઓ જોવા મળી રહી છે.
અહીં જુઓ પહેલો વીડિયો
યાહ્યા સિનવાર આમાંથી એક વિન્ડોની અંદર બેઠેલા દેખાય છે. પણ તેનો ચહેરો સમજી શકાય એવો નહોતો. કારણ કે ફૂટેજ ઇન્ફ્રારેડ કે થર્મલ કેમેરામાંથી લેવામાં આવ્યા છે. તે પછી તે બિલ્ડિંગ પર ટેન્કનો ગોળો જઈને પડે છે. બિલ્ડિંગ આખું ધરાશાયી થાય છે અને સિનવાર મૃત્યુ પામે છે. તેના માથા અને હાથ પર ગંભીર ઈજાઓ થયેલી જોવા મળે છે. જે મૃત્યુ પામ્યો હતો એ સિનવાર છે કે નહીં તેની જાણકારી તેના દાંત પરથી મેળવવામાં આવી હતી.
ઇઝરાયલી સેનાની કાર્યવાહીનો વીડિયો
બીજા વીડિયોમાં IDF સમગ્ર વિસ્તારને સર્ચ કરે છે. તે પછી સિનવારની ઇમારતની શોધ થતાં જ તે તેને ઘેરી લે છે. પછી કમ્યુનિકેશન ઇસ્ટાબ્લિશ કરવામાં આવે છે. આ પછી વિસ્ફોટ થાય છે. જેમાં સિનવાર જે બિલ્ડિંગમાં હોય છે તે ધરાશાયી થાય છે. સિનવાર ઉપરાંત અન્ય બિલ્ડિંગમાં રહેલ તેના વધુ બે સાથીદારો પણ માર્યા ગયા હતા.
ડ્રોન પર દંડાથી હુમલો કર્યો હતો
હમાસના નેતા યાહ્યા સિનવાર પહેલા જે વીડિયો આવ્યો હતો તેમાં ડ્રોન ફૂટેજ હતા. જેમાં તે ડ્રોન પર લાકડી ફેંકતો જોવા મળે છે. જર્જરિત ઈમારતમાં છુપાયેલો, ઘાયલ, ધૂળ અને રાખથી ઢંકાયેલો છે. તેના ચહેરા પર માસ્ક છે. ઈઝરાયલના સૈનિકો યાહ્યા ઈમારતમાં છે કે નહીં તેની તપાસ કરવા માટે અંદર ડ્રોન મોકલે છે.
જ્યારે ડ્રોન અંદર જાય છે ત્યારે સિનવાર સોફા પર બેઠેલા જોવા મળે છે. ડ્રોન જોયા પછી સિનવાર શાંત રહે છે. થોડીવાર બેસી રહ્યા પછી તે ડ્રોન નજીક આવવાની રાહ જુએ છે. આ પછી તે ડાબા હાથથી ડ્રોન તરફ લાકડી ફેંકે છે. તેના જમણા હાથમાં ઈજા થઈ હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે તેમાં કોઈ હિલચાલ દેખાતી નહોતી. લાકડી ડ્રોન તરફ આવે છે પરંતુ ડ્રોન ઓપરેટર ડ્રોનને બીજી દિશામાં લઈ જઈને લાકડીથી બચાવે છે. આ પછી ડ્રોન ત્યાંથી ખસી જાય છે.
યાન્હા સિનવાર સાથે જોડાયેલાં અન્ય સમાચાર અહીં વાંચો…
સુરંગમાં બાથરૂમ, રસોડું, TV અને સિક્રેટ ડોક્યુમેન્ટ:ઈઝરાયલના હુમલા પહેલાં હમાસ ચીફ સિનવાર જ્યાં છુપાયો, તેનો VIDEO સામે આવ્યો; પત્ની-બાળકો પણ સાથે હતાં
ઈઝરાયલે હમાસ ચીફ યાહ્યા સિનવાર સાથે સંબંધિત વધુ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સિનવાર તેના પરિવાર સાથે ગાઝામાં એક સુરંગમાં જતો જોવા મળે છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અનુસાર, સિનવારનો આ વીડિયો ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર થયેલા હુમલા પહેલાંનો છે. આ સમાચારને વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો….