વડોદરા શહેરમાં નવરાત્રિના બીજા નોરતાની રાત્રે ગરબા રમવા નીકળેલી સગીરા ઉપર ભાયલી ગામની સીમમાં સામુહિક દુષ્કર્મ આચરનાર આરોપીઓ સામે સોમવારે (21 ઓક્ટોબરે) જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે 6000 જેટલા પાનાની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં રજૂ કરી હતી. નરાધમોને વહેલામાં વહ
.
ચાર્જશીટમાં આરોપીઓને સજા આપવાના પુરતા પુરાવા ધારાશાસ્ત્રી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, 17 દિવસની કવાયત બાદ આજે ભાયલી સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓ સામે અંદાજે 6000 પાનાની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં દાખલ કરી દેવામાં આવી છે. આ ચાર્જશીટમા 100 જેટલા સાક્ષીઓના નિવેદનો, એફ એસ એલ રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ પુરાવા આરોપીઓને સજા અપાવવા પુરતા છે. આરોપીઓને વહેલામાં વહેલી તકે સજા મળે તેવા અમારા પ્રયાસો હશે.
પહેલીવાર આરોપીઓને રજૂ કરાયા ત્યારે કોર્ટમાં વકીલોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને સીટના હવાલે કર્યા શહેરના છેવાડે આવેલા ભાયલી- બીલ ટીપી રોડ ઉપર નવરાત્રિના બીજા નોરતે સગીર મિત્ર સાથે બેસવા માટે ગયેલી સગીરા ઉપર બે બાઇક ઉપર આવેલા 5 શખસોમાંથી 3 હવસખોરોએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચાવી મૂકી હતી. દરમિયાન આ ગેંગરેપ કેસમાં વડોદરા શહેર- જિલ્લા પોલીસ દ્વારા નરાધમોને ઝડપી પાડવા માટે આકાશ પાતાળ એક કરી દીધાં હતાં. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા 5 નરાધમો મુમતાઝ ઉર્ફ આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, શાહરૂખ કિસ્મતઅલી બનજારા તેમજ સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી. આ ઘટનાની તપાસ માટે બનાવવામાં આવેલી સીટના હવાલે કર્યા હતા.
બે વખત કોર્ટમાં રજૂ કરી કુલ 6 દિવસના રિમાન્ડ મેળવ્યા તપાસ એજન્સી દ્વારા નરાધમોને બે વખત કોર્ટમાં રજૂ કરી પ્રથમ વખત 2 દિવસના અને બીજી વખત 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. પોલીસે રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા સહિત ગુનાને લગતી તપાસ હાથ ધરી હતી અને નરાધમોને કડકમાં કડક સજા થાય તેવા પુરાવા એકત્ર કર્યા હતા. બીજી બાજુ સીટ દ્વારા વહેલામાં વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને 17 દિવસોમાં તમામ પુરાવા સાથે 6000 જેટલા પાનાની ચાર્જશીટ તૈયાર કરી 21મી ઓક્ટોબરે પોક્સો કોર્ટમાં દાખલ કરી હતી.
બુરખા વગર આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા હતા.
સરકારે આરોપીને સજા અપાવવા બે વકીલો નિમ્યાં ઉલ્લેખનીય છે કે, આ કેસના આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા માટે સરકાર દ્વારા શહેરના જાણીતા ધારાશાસ્ત્રી શૈલેષ પટેલ અને સુરતના સરકારી વકીલની નિમણૂક કરવામાં આવી છે.
શું છે મામલો? વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરની રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં અને રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી. વાંચો સંપૂર્ણ અહેવાલ
કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા 8 ઓક્ટોબરે આરોપીઓને બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. બે દિવસના રિમાન્ડ દરમિયાન કેટલાક પુરાવા એકઠા કરવા માટે વધુ રિમાન્ડની જરૂર હોવાથી પોલીસ દ્વારા 10 ઓક્ટોબરે 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે રિમાન્ડ અરજી અને વકીલોની દલીલોને ધ્યાનમાં લઇ તા. 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ એટલે કે 4 દિવસના મંજૂર કર્યા હતા. આરોપીઓની સુરક્ષાના ભાગરૂપે કોર્ટના વલ્નરેબલ વિટનેસ રૂમમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ નરાધમો પાનના ગલ્લે સિગારેટ પીતા દેખાયા ને કડી મળી