દિવાળીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં ધીમે ધીમે ખરીદી શરૂ થઈ રહી છે. આ બધા વચ્ચે અવનવી લાઈટો તેમજ આકર્ષિત રંગબેરંગી સિરીઝના ડેકોરેશન વચ્ચે પણ દેશી કોડિયાના દીવાનું એટલું જ મહાત્મ્ય જોવા મળી રહ્યું છે. આજે પણ અનેક પ્રકારની
.
બાપ-દાદા વખતથી આ ધંધો ચાલતો આવે છે આંખે પાટા બાંધી દીવડા બનાવતા કિશોરભાઈ વેલજીભાઈ લાઠિયાએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વતની છે. વર્ષોથી બાપ-દાદા વખતથી ચાલ્યો આવતો માટી કામનો ધંધો તેઓ પણ આગળ ધપાવી રહ્યા છે. નવરાત્રિ પૂર્ણ થતા હવે દિવાળીના પર્વની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. દિવાળીના સમયમાં રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દીવડા અને કોડિયાની ડિમાન્ડ વધુ હોવાના કારણે તેઓ રાજકોટ શહેરમાં કામ અર્થે આવતા હોય છે.
આંખે પાટો બાંધી કિશોરભાઈએ બનાવેલો દીવડો
નવી પેઢીને આ વિશે માહિતગાર કરવા પ્રયાસ કરું છે તેઓએ દીવડા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, 36 પ્રકારના અલગ અલગ કાંઠા સાથે દીવા બનતા હોય છે. ખાસ અલગ અલગ ડિઝાઇનના દીવા બનાવું છું અને બજારમાં તેનું વેચાણ કરું છું. સતત કામ કરવા છતાં પણ આ કામમાં કોઈ થાક લાગતો નથી. વિજ્ઞાન, ટેક્નોલોજી અને મશીનરીના યુગમાં પણ મેં ચાકડા પર જ અસલ માટીના દીવા બનાવવાનું કામ જીવંત રાખી નવી પેઢીને આ વિશે માહિતગાર કરવા પ્રયાસ કરું છે. છેલ્લા 4-5 વર્ષથી કઈક નવું કરવા માટે વિચાર અંધકારમાં પ્રકાશ આપવાનું કામ કરી દિવાળીના તહેવાર દરમિયાન આંખે પાટા બાંધી અલગ અલગ પ્રકારની ડિઝાઇનના દીવડા બનાવી રહ્યો છું. આ કામ કરવામાં ખૂબ આનંદ આવી રહ્યો છે.
આંખે પાટો બાંધ્યો હોવા છતાં કિશોરભાઈથી દીવડાનો આકાર બગડતો નથી
દીવડાની અલગ અલગ ડિઝાઈન તૈયાર કરવામાં આવી જ્યારે રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી મહિલા કોલેજ અન્ડરબ્રિજ ઉપર બેસી માટી કામ કરતા વેપારી મુકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, નવરાત્રિ પર્વ પૂર્ણ થતા ગરબા બાદ હવે દિવાળીન તહેવારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દીવડાની અલગ અલગ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. જેમાં એકસાથે 5 દીવા, 6 દીવા, 7 દીવા, મોર સાથે દીવા, કળશ સાથે દીવા, સ્વસ્તિક સાથે દીવા જેવી અનેક વેરાયટી તૈયાર કરવામાં આવી રહી છે.
કિશોરભાઈ વિવિધ ડિઝાઈનના દીવડા આંખે પાટો બાંધી બનાવે છે
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અલગ અલગ રાજ્યમાં દીવડા જાય છે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત અલગ અલગ કલર વાળા, સ્ટોન વાળા, ઝરી વાળા અને મીણ વાળા સહિત દીવાનું વેચાણ થઈ રહ્યું છે. મશીનરી દીવા સામે હાથે બનાવેલ દીવાની કામગીરી થોડી જટીલ હોય છે. અમારા દ્વારા જેમાં એક ઈંચથી લઈ અને 10 ઈંચ સુધીના 1 રૂપિયાથી શરૂ કરી 100 રૂપિયા સુધીના દીવડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ, સૌરાષ્ટ્ર ઉપરાંત બેંગ્લોર, પુણે સહિત અલગ અલગ રાજ્યમાં પણ દીવા બનાવી એક્સપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે.
દીવડામાં રંગબેરંગી કલર પૂરી શણગારવામાં આવે છે
બજારમાં 100થી વધુ ડિઝાઈનના દીવડા ઉપલબ્ધ રાજકોટમાં લગભગ અવનવી 100થી વધુ ડિઝાઇનના દીવડા બજારમાં ઉપલબ્ધ જોવા મળી રહ્યા છે. જેની ડિમાન્ડ ધીમે ધીમે બજારમાં વધી રહી છે. આ સાથે મીણના દીવડા, બોક્સ પેકિંગ દીવડાની પણ ડિમાન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી વધતી જતી જોવા મળી રહી છે. આ વર્ષે કોઈ ખાસ નહીં પરંતુ 5થી 10 ટકા જેટલો ભાવ વધારો દર વર્ષની જેમ જોવા મળી રહ્યો છે. જેમાં એક ઇંચથી લઈ 10 ઇંચ સુધીના 1 રૂપિયાથી શરૂ કરી 100 રૂપિયા સુધીના દીવડા અને કોડિયા બજારમાં ઉપલબ્ધ જોવા મળી રહ્યા છે.