અમદાવાદના દાણીલીમડા પોલીસ મથક ખાતે વર્ષ 2018માં 22 વર્ષીય આરોપી ગણપત સામે IPC ની કલમ 363, 366, 376(2)(I)(N) અને પોક્સો એક્ટની કલમ 5L,6, 9L તેમજ 10 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલ પોક્સોની વિશેષ અદાલતમા
.
આ કેસમાં 11 સાહેદ અને 17 દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવ્યા હતા. પીડિતાની ઉંમર 16 વર્ષની હતી. તેને આરોપી સાથે પ્રેમ સંબંધ હતા. તેને આરોપીને પ્રેમપત્ર લખ્યા હોવાનું પણ કબૂલ્યું હતું. પોતાના ઘરેથી સો રૂપિયા લઈને તે નાના ભાઈ માટે વેફરનું પેકેટ લેવા જાય છે, તેમ કહીને પ્રેમી સાથે ભાગી છુટી હતી. તેઓ સૌપ્રથમ અજમેર ગયા હતા. જે દરમિયાન ચાલુ બસે આરોપીએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ અન્ય જગ્યાઓ પણ સગીરા સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
જો કે કોર્ટે નોંધ્યું હતું કે સગીર સાથેના શારીરિક સંબંધોના ગુન્હામાં સગીરની સહમતિ સજાની જોગવાઇમાં ધ્યાને લેવામાં આવતી નથી. માત્ર પ્રેમ સંબંધ હોવાથી શારીરિક સંબંધનો અધિકાર મળી જતો નથી. કાયદા મુજબ પરણિત વ્યક્તિ પણ પત્નીની સહમતિ વગર તેની સાથે શારીરિક સંબંધ બાંધી શકતો નથી. આરોપીના લગ્ન પણ થઈ ચૂક્યા છે અને તે બાળકનો પિતા પણ છે. પરંતુ કોર્ટે ગુનાની ગંભીરતા ને જોતા આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારી હતી. જ્યારે સગીરાને અમુક કારણોસર સરકાર તરફથી વળતર અપાશે નહિ.