- Gujarati News
- International
- Payments Can Be Made With The Palm Of The Hand, No Need For Wallets Or Mobiles; The Pakistani Creator Posted The Video On Social Media
1 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચીને ટેક્નોલોજીના સંદર્ભમાં વિશ્વને આશ્ચર્યચકિત કર્યું છે, ખાસ કરીને તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પેમેન્ટ સિસ્ટમ તો ગજબની છે. ચીનની આવી ગજબની ટેક્નોલોજીની ઝલક સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે. આવો જ એક વીડિયો પાકિસ્તાની કન્ટેન્ટ ક્રિએટર રાણા હમઝા સૈફે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ વીડિયોમાં પેમેન્ટ ટેક્નોલોજી બતાવવામાં આવી છે, જે સાબિત કરે છે કે ચીન ભવિષ્યમાં જીવી રહ્યું છે.
માત્ર હથેળી દ્વારા જ પેમેન્ટ થઈ જાય છે આ વિડિયો જુઝોઉ શહેરમાં એક સ્થાનિક કરિયાણાની દુકાનમાં શૂટ કરવામાં આવ્યો હતો, જ્યાં સૈફ અને તેના મિત્રો ખરીદી માટે ગયા હતા. વીડિયોમાં એક મિત્રને ‘પામ પેમેન્ટ સિસ્ટમ’ દ્વારા પેમેન્ટ કરતો બતાવવામાં આવ્યો હતો, જેણે બધાને ચોંકાવી દીધા હતા. સૈફે સમજાવ્યું કે જો કોઈની હથેળી રજિસ્ટર્ડ છે, તો તે ફક્ત તેની હથેળી સ્કેનર ઉપર લગાવીને પેમેન્ટ કરી શકે છે. સફળ ટ્રાન્ઝેક્શન પછી, કેટલાક મિત્રો આ નવી તકનીક પર વિશ્વાસ કરી શક્યા નહીં, જ્યારે અન્ય લોકોએ તેના માટે તાળીઓ પાડી. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે ચીન 2050માં જીવી રહ્યું છે.
9 મિલિયન વ્યૂઝ, વાઇરલ થયો વીડિયો આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાઇરલ થતા 9 મિલિયનથી વધારે વ્યૂઝ મેળવી લીધા છે. કમેન્ટ્સમાં લોકો પોતાના રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું- આ તો ભવિષ્ય છે, વિશ્વાસ થઈ રહ્યો નથી કે તમે આ જોઈ રહ્યા છો. ત્યાં જ, કોઈએ કહ્યું- ચીન ટેક્નોલોજીમાં એક ડગલું આગળ રહે છે- શું શાનદાર સિસ્ટમ છે. અનેક યૂઝર્સે આ અંગે પોતાના મંતવ્યો જાહેર કરતા લખ્યું- જો આ ટેક્નોલોજી આખી દુનિયામાં ફેલાય, તો જીવન કેટલું સરળ થઈ જાય.
અહીં ક્લિક કરીને જુઓ આખો વીડિયો
પહેલાં પણ આવું દૃશ્ય જોયું છે માત્ર સૈફનો વીડિયો જ નહીં પરંતુ અગાઉ RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કાએ પણ X પર આ જ ટેકનિકનો વીડિયો શેર કર્યો હતો. તે વિડિયોમાં એક મહિલાએ બેઇજિંગ મેટ્રોમાં પોતાની હથેળીથી પેમેન્ટ કરવાનો પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. તેણે કહ્યું – ચીનમાં રહીને, હું પહેલાથી જ QR કોડ અને ચહેરો ઓળખવાની ટેક્નોલોજી જેવી કેશલેસ પેમેન્ટથી ટેવાયેલી છું, અને હવે હું કંઈપણ સ્પર્શ કર્યા વિના ફક્ત મારી હથેળીથી ચુકવણી કરી શકું છું.