સ્પોર્ટ્સ ડેસ્ક1 મિનિટ પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડે આવતા મહિને શ્રીલંકા સામે 3 ODI અને 2 T20 સિરીઝના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે. ટીમની આગેવાની મિચેલ સેન્ટનરને સોંપવામાં આવી છે. કિવી ટીમ ભારત સાથે ટેસ્ટ સિરીઝ રમ્યા બાદ શ્રીલંકાનો પ્રવાસ કરવાની છે.
હાલમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે છે. અહીં કિવીઝે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. ન્યૂઝીલેન્ડે પહેલી ટેસ્ટ મેચ જીતીને 1-0ની લીડ મેળવી લીધી છે. કિવી ટીમમાં પહેલીવાર બોલિંગ ઓલરાઉન્ડર નાથન સ્મિથ અને વિકેટકીપર બેટર મિચેલ હેને તક આપવામાં આવી છે.
સ્મિથે ડોમેસ્ટિક ક્રિકેટમાં 3000+ રન અને 250+ વિકેટ પણ લીધી 15 જુલાઈ 1998ના રોજ ડ્યુનેડિન, ઓટાગોમાં જન્મેલા નાથન સ્મિથે અત્યાર સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં 3296 રન બનાવ્યા છે, જ્યારે 264 વિકેટ લીધી છે. તેણે 53 ફર્સ્ટ ક્લાસ, 46 લિસ્ટ A અને 60 T20 મેચ રમી છે. તેણે ફર્સ્ટ ક્લાસમાં 1919 રન, લિસ્ટ Aમાં 872 રન અને T-20માં 505 રન બનાવ્યા છે. જ્યારે તેણે ફર્સ્ટ ક્લાસમાં 144, લિસ્ટ Aમાં 55 અને T-20માં 65 વિકેટ લીધી છે.
નાથન સ્મિથને 2024માં ડોમેસ્ટિક અવોર્ડ મળ્યો હતો નાથન સ્મિથને આ વર્ષે માર્ચમાં ANZ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ અવોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટના મેલ ડોમેસ્ટિક પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ મળ્યો હતો. નાથન સ્મિથે ગયા સમરમાં ફાયરબર્ડ્સ માટે ODI અને T20Iમાં 24 વિકેટ લીધી હતી.
મિશેલે 19 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે કેન્ટરબરીમાં 20 ઓગસ્ટ 2000ના રોજ જન્મેલા મિશેલ હેએ અત્યાર સુધીમાં 19 ફર્સ્ટ ક્લાસ, 20 લિસ્ટ A અને 28 T20 મેચ રમી છે. જેમાં તેણે ફર્સ્ટ ક્લાસમાં 1244 રન, વન-ડેમાં 410 રન અને T20માં 308 રન બનાવ્યા હતા. વિકેટ પાછળના તેના પ્રદર્શનની વાત કરીએ તો તેણે ફર્સ્ટ ક્લાસમાં 61, વન-ડેમાં 15 અને T20માં 15 કેચ પકડ્યા છે.
મિશેલ હે ડોમેસ્ટિક ટીમ કેન્ટરબરી માટે રમે છે.
ન્યૂઝીલેન્ડની ટીમ
મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, જોશ ક્લાર્કસન, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, જેક ફોલ્કેસ, ડીન ફોક્સક્રોફ્ટ, મિશેલ હે, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, ટિમ રોબિન્સન, નાથન સ્મિથ, ઈશ સોઢી, વિલ યંગ.