56 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે લંડન શિફ્ટ થઈ ગઈ. એક્ટ્રેસના બિઝનેસમેન પતિ પાસે અઢળક સંપત્તિ છે. એવામાં સોનમ અને તેના પતિ આનંદ આહુજા વધુ એક મોટી ડીલ કરી છે. સોનમે પતિ આનંદ સાથે મળીને રેટ્રો મ્યુઝિક સ્ટોર ખરીદ્યો છે. જેનું વર્ષ 1940માં તૈયાર થયેલો છે.
આટલા કરોડમાં કરવામાં આવી ડીલ સોનમ અને આનંદે મુંબઈમાં 47.8 કરોડ રૂપિયામાં સ્ટોરની ડીલ કરી હોવાની જાણકારી મળી રહી છે. આ સ્ટોર એક સમયે ભાગેડુ નીરવ મોદીનો હતો, જે 2018માં મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ બેંક લોનની ચુકવણીમાં ડિફોલ્ટ થયા બાદ બંધ થઈ ગયો હતો.
1940ના દાયકામાં થયું હતું નિર્માણ આ મ્યુઝિક સ્ટોરની સ્થાપના 1940ના દાયકામાં થઈ હતી. તેને પંડિત રવિશંકર જેવા દિગ્ગજ સંગીતકારો અને બોલિવૂડના ઘણા સ્ટાર્સને હોસ્ટ કર્યો હતો.
સોનમના સસરાએ પણ કરી હતી પ્રોપર્ટી ડીલ થોડા સમય પહેલા સોનમના સસરા હરીશ આહુજાએ પણ લંડનમાં પ્રોપર્ટી ડીલ કરી હતી. તેને લંડનમાં મોટી કિંમતે એક ઘર ખરીદ્યું છે, જેની ઘણી ચર્ચા થઈ હતી. તેની કિંમત શાહરૂખ ખાનના ઘર કરતા પણ વધુ હતી. આ પ્રોપર્ટીની કિંમત 200-240 કરોડ રૂપિયા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું.
નીરવ મોદીના અંબાણી પરિવાર સાથે હતા સંબંધ 13,000 કરોડા રૂપિયાના PNB કૌભાંડમાં મુખ્ય આરોપી નીરવ મોદી ભારતમાંથી ભાગી લંડન ભાગી ગયો છે. વિવાદોમાં ફસાયેલા નીરવ મોદીનો સંબંધ એક સમયે અંબાણી પરિવાર સાથે થયો હતો. મુકેશ અને અનિલ અંબાણીની ભત્રીજી ઈશિતા સલગાંવકરના લગ્ન નીરવ મોદીના નાના ભાઈ નીશલ મોદી સાથે થયા હતા. જોકે બાદમાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.