2 કલાક પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
નબળા ત્રિમાસિક પરિણામો, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ સહિતના પરિબળોના કારણે ભારતીય શેરબજાર પર મંદીનું જોર વધ્યું છે. સેન્સેક્સ, નિફટીમાં ઘટાળા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓપરેટરો, ફંડો બાદ રિટેલ ઈન્વેસ્ટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું પેનિક સેલિંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો થયો. આમ બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.13.70 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું છે.સેન્સેક્સ 138 પોઈન્ટના ઘટાળા સાથે 80081 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 55 પોઈન્ટના ઘટાળા સાથે 24482 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 82 પોઈન્ટના ઘટાળા સાથે 51352 પોઈન્ટના સ્તરે બંધ થયો.
વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહેતાં બજારમાં ગભરાટ વધ્યો હતો. એક તરફ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત થઈ રહેલી વેચવાલીનો ઓકટોબર મહિનામાં અત્યાર સુધીમાં આંક રૂ.૮૩૦૦૦ કરોડથી વધુ પહોંચ્યો છે, ત્યારે ફોરેન ફંડોના સેલિંગ બાદ હવે મ્યુચ્યુઅલ ફંડોના હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો(એચએનઆઈ) પણ મોટાપાયે રોકાણ પાછું ખેંચવા માંડયાના સંકેત અને એના પરિણામે મ્યુ. ફંડોમાં રિડમ્પશન પ્રેશર શરૂ થયાના એંધાણે આજે શેરોમાં પેનિક સેલિંગ વધ્યું હતું.શેરોમાં છેલ્લા કલાકમાં વેચવાલી વધતાં અનેક શેરોમાં ગાબડાં પડયા હતા.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,એસીસી,ઈન્ફોસીસ,ટેક મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,વોલ્ટાસ,મહાનગર ગેસ,મુથૂટ ફાઈનાન્સ,એચસીએલ ટેકનોલોજી,એચડીએફસી બેન્ક,ભારત ફોર્જ,જીન્દાલ સ્ટીલ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં રિલાયન્સ,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,ગ્રાસીમ,લ્યુપીન,સન ફાર્મા,ભારતી ઐરટેલ,એક્સીસ બેન્ક,જેએસડબ્લ્યુ સ્ટીલ,ટાટા મોટર્સ,અદાણી પોર્ટસ,હવેલ્લ્સ,ડીએલએફ લીમીટેડ જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4031 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1751 અને વધનારની સંખ્યા 2177 રહી હતી, 103 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 01 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 06 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24482 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24330 પોઇન્ટના પ્રથમ અને 24202 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24533 પોઇન્ટથી 24575 પોઇન્ટ, 24606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24202 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51352 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51008 પોઇન્ટના પ્રથમ અને 50880 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51474 પોઇન્ટથી 51606 પોઇન્ટ,51676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.50880 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( 2801 ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2770 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2744 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2833 થી રૂ.2847 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2860 ઉપર તેજી તરફી ધ્યાન…!! રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 2689 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2644 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2626 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2707 થી રૂ.2730 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! એચસીએલ ટેકનોલોજી ( 1845 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1874 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1828 થી રૂ.1808 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1890 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ટાટા કોમ્યુનિકેશન ( 1783 ):- રૂ.1808 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1818 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1770 થી રૂ.1757 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1830 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, સરકાર દ્વારા જંગી ખર્ચ તથા ઉત્પાદન ક્ષેત્રમાં મોટા ઈન્વેસ્ટમેન્ટસને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૭થી 7.20% આસપાસ રહેવા ધારણાં છે. જો કે નબળા વૈશ્વિક વિકાસને જોતા આગામી નાણાં વર્ષમાં આઉટલુક પર અસર જોવા મળશે.વિકસી રહેલા ઉત્પાદન ક્ષેત્ર, ઓઈલના ભાવમાં સ્થિરતા તથા ચૂંટણી બાદ અમેરિકામાં નાણાં નીતિ વધુ ઉદાર બનવાની શકયતાથી દેશમાં મૂડી પ્રવાહમાં વધારો જોવા મળશે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે એટલું જ નહીં લાંબા ગાળાના ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થશે અને રોજગારમાં વૃદ્ધિ જોવાશે.વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર 6.70% જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ઝડપથી વિકસતા દેશોમાં ભારત પણ સ્થાન ધરાવે છે.વર્તમાન નાણાં વર્ષ માટે ૭થી 7.20% અને આગામી નાણાં વર્ષમાં 6.50% થી 6.80% જીડીપી વૃદ્ધિ દર અંદાજને ડેલોઈટે જાળવી રાખ્યો છે. દરમિયાન એસએન્ડપી ગ્લોબલ માર્કટ ઈન્ટેલિજન્સે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ 6.80% અને આગામી નાણાં વર્ષ માટે 6.60% મૂકયો છે.
સેન્સેક્સ અને નિફ્ટી 27 સપ્ટેમ્બરના રોજ તેની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હતા. જ્યાંથી માર્કેટમાં હાઇ વોલેટિલિટી વચ્ચે આજના બંધ સામે 6% થી વધુ તૂટ્યા છે. રોકાણકારોને પણ 32 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. સેન્સેક્સ ઑક્ટોબરમાં 4% અને નિફ્ટી 5% તૂટ્યો છે. સ્થાનિક શેરબજારમાં ઊંચી વોલેટિલિટીના પગલે મંદીનું જોર વધ્યું છે. સ્મોલ કેપ અને મીડકેપ શેર્સમાં મોટાપાયે વેચવાલી નોંધાઈ છે. ઓટો અને રિયાલ્ટી શેર્સ પણ તૂટ્યા છે.યુએસ બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિ, ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતાઓ વચ્ચે માર્કેટમાં મંદી જોવા મળી છે. ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો પણ અપેક્ષા કરતાં નબળા રહેતાં તેમજ આરબીઆઇ દ્વારા બીજા ત્રિમાસિકમાં સ્લોડાઉન રહેવાનો સંકેત સહિત વિવિધ પરિબળો માર્કેટને અસર કરી શકે છે. જેથી રોકાણકારોને થોભો અને માર્કેટ સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવાની સલાહ.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.