9 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ કપલ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ બુધવારે આયોજિત MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. તે ડિમ્પલ કાપડિયાની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘ગો નોની ગો’ના પ્રીમિયરમાં પહોંચી હતી. જો કે આ દરમિયાન ડિમ્પલે તેની પુત્રી ટ્વિંકલ સાથે પોઝ આપવાનો ઈન્કાર કરી દીધો છે. આટલું જ નહીં, પોતાની દીકરીને મજાકમાં ટ્રોલ પણ કરી હતી.
ડિમ્પલ કાપડિયા કેમ થઈ રહી છે ટ્રોલ? જે વીડિયો વાઈરલ થઈ રહ્યો તેમાં, ફિલ્મ ‘ગો નાની ગો’ની સ્ક્રીનિંગ બાદ પાપારાઝીએ ડિમ્પલ કાપડિયાને તેની પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે પોઝ આપવા રિકવેસ્ટ કરી હતી. જો કે, તેને પોઝ આપવાની ના પાડતાં કહ્યું, “હું જુનિયર સાથે પોઝ આપતી નથી. ફક્ત સિનિયર લોકો સાથે પોઝ આપું છું.
ડિમ્પલ કાપડિયાના આ નિવેદને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. લોકો તેના વીડિયો પર કોમેન્ટ કરીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે મજાકમાં લખ્યું, હાહાહાહા કારણ કે જો તે જુનિયર સાથે પોઝ આપે છે તો તે વૃદ્ધ દેખાશે! અન્ય યુઝરે લખ્યું, બધા જયા બચ્ચન કેમ બની રહ્યા છે?
માં-દિકરીનો સ્ટાઈલ લૂક સામે આવેલા વીડિયોમાં ડિમ્પલ કાપડિયા સફેદ લૂઝ ડ્રેસ સાથે બ્રાઉન કલરનું શ્રગ સ્ટાઇલ જેકેટ પહેરેલી જોવા મળી હતી. ટ્વિંકલ ખન્નાએ આ ખાસ ઈવેન્ટ માટે પીળી અને ગોલ્ડન સાડી પહેરી હતી સાથે ગોલ્ડન જ્વેલરીમાં સ્ટાઈલ લૂક લાગતો હતો.
‘ગો નાની ગો’ ફિલ્મ ટ્વિંકલ ખન્નાએ પ્રોડ્યુસ કરી ‘ગો નાની ગો’ની વાત કરીએ તો મોમ ડિમ્પલની આ ફિલ્મ ટ્વિંકલ ખન્નાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં માનવ કૌલ અને આથિયા શેટ્ટી પણ છે. ડિમ્પલની વાત કરીએ તો, તે છેલ્લે શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં જોવા મળી હતી.