ગાંધીનગરના ડેપ્યુટી મેયર અને હાલના કોર્પોરેટર પ્રેમલસિંહ ગોલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ તથા ગેરશિસ્ત બદલ ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ રુચિર ભટ્ટે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. સાત દિવસમાં નોટિસ બાબતે ખુલાસો કરવામાં નહિ આવે તો પૂર્વ ડેપ્યુટી મેયરને તાત્ક
.
ભાજપા પ્રદેશ મહામંત્રી – અધ્યક્ષની સૂચનાથી ગાંધીનગરના ડેપ્યુટી મેયર અને હાલના કોર્પોરેટર પ્રેમલસિંહ ગોલને પક્ષ વિરોધી પ્રવૃતિ અને ગેરશિસ્ત બદલ ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની શહેર અધ્યક્ષ રુચિર ભટ્ટે કારણદર્શક નોટિસ ફટકારી છે. જેમાં પૂર્વ ડેપ્યુટી મેયરને કહેવાયું છે કે, તમે ભારતીય જનતા પાર્ટી અને ગાંધીનગર શહેરના જવાબદાર સભ્ય છો. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન પર ચૂંટાયેલા ગાંધીનગર મહાનગરપાલિકાના વર્તમાન સભ્ય છો.
છેલ્લા ઘણા સમયથી આપ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ તથા અસહ્ય ગેરશિસ્ત આચરી રહ્યા છો. આપની જાહે૨માં ભાષા તથા જવાબદાર કાર્યકર્તા સાથેનો વ્યવહાર પક્ષના પાયાના સિદ્ધાંતોથી વિરૂદ્ધ છે. આપને આપના વ્યવહાર તથા ગેરશિસ્ત માટે વારંવાર ટકોર સંગઠનના જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
તેમ છતાં પણ આપનો દુર્વ્યવહાર, ગેરશિસ્ત તથા વાણી-વિલાસ ચાલુ છે. આ નોટિસથી આપને દિન- 7માં ઉપરના કા૨ણો માટે આપને પક્ષમાંથી પક્ષના સભ્યપદેથી તેમજ પક્ષના તમામ હોદ્દાઓ પરથી દૂર કેમ ન કરવા તે અંગેની કારણદર્શક નોટીસ આપવામાં આવે છે. ઉપરોકત સમયમાં મર્યાદામાં કોઈ યોગ્ય જવાબ નહીં મળે તો આપને આ પત્ર અંગે કાંઈ કહેવાનું નથી તેમ માની પક્ષમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવશે. આ અંગે પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલે જણાવ્યું હતું કે, હાલમાં હું બહાર છું. પાર્ટીએ નિર્ણય લીધો એની મને વિગતવાર ખબર નથી. ગાંધીનગર પરત આવ્યા પછી આ બાબતે કહી શકીશ.