35 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ વિશે સતત અપડેટ્સ આવી રહ્યા છે. આ ફિલ્મની રિલીઝ ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. અગાઉ, તેને 15 ઓગસ્ટથી 6 ડિસેમ્બરમાં ખસેડવામાં આવી હતી અને હવે સમાચાર છે કે તે તે દિવસે નહીં પરંતુ 5 ડિસેમ્બર, 2024 ના રોજ વિશ્વભરના થિયેટર્સમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્માતાએ હૈદરાબાદમાં ડિસ્ટ્રીબ્યુટર સાથે એક મોટી ઈવેન્ટ દરમિયાન ફિલ્મની નવી રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરી છે.
ફિલ્મ ‘પુષ્પા 2’નું શૂટિંગ ઝડપથી ચાલી રહ્યું છે. તેણે ₹1085 કરોડનું કુલ પ્રી-રીલીઝ કલેક્શન પણ કર્યું છે. દિગ્દર્શક સુકુમાર તેને શ્રેષ્ઠ સિનેમેટિક અનુભવ બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મનું સંગીત દરેક જગ્યાએ દર્શકોના દિલ જીતીને ચાર્ટબસ્ટર બની ગયું છે. રિલીઝ પહેલાના બિઝનેસના આંકડા પણ દર્શાવે છે કે ફિલ્મ રેકોર્ડ બ્રેક સફળતા મેળવી શકે છે.
‘પુષ્પા 2’ આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે અહેવાલો અનુસાર, 640 કરોડમાં થિયેટરના રાઇટ્સ વેચવામાં આવ્યા છે. તેમજ નેટફ્લિક્સે આ ફિલ્મના રાઈટ્સ 275 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. હવે ચાહકો તેમના આઇકોન સ્ટાર અલ્લુ અર્જુનને મોટા પડદા પર તેમની સંપૂર્ણ શૈલીમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસીલ અભિનિત, આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને ટી-સિરીઝ દ્વારા સંગીત સાથે, મિથરી મૂવી મેકર્સ અને સુકુમાર રાઇટિંગ્સ દ્વારા નિર્મિત છે.
અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ની સ્ટોરી ‘પુષ્પા’ માટે બેસ્ટ એક્ટર કેટેગરીમાં નેશનલ એવોર્ડ જીતનાર અલ્લુ અર્જુન હવે ફરી એકવાર સ્ક્રીન પર ધૂમ મચાવનાર છે. આ વખતે ફિલ્મમાં ફહદ ફાસીલના પાત્ર અને અભિનેતા વચ્ચે તણાવ જોવા મળશે. તે જ સમયે, રશ્મિકા મંદન્ના સાથેના લગ્ન પછી તેના જીવનમાં ઊથલપાથલ થશે. તે 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. પહેલા ભાગે જંગી કમાણી કરી હતી અને કોવિડ-19 પછી ફિલ્મ ઉદ્યોગમાં આશા જગાડી હતી.
રિલીઝ પહેલાં જ અધધ…કમાણી!
મીડીયા રિપોર્ટ મુજબ આ ફિલ્મે રિલીઝ પહેલા જ 900 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, આ તેના OTTઅને સેટેલાઇટ રાઇટ્સની કમાણી છે. જોકે, ફિલ્મ મેકર્સ તરફથી આવું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મના થિયેટર રાઇટ્સ 650 કરોડ રૂપિયામાં વેચાયા છે.
‘પુષ્પા’ની ગરીબથી અમીર સુધીની સફર વર્ષ 2021માં રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ બોક્સ ઓફિસ પર સુપર-ડુપર હિટ રહી હતી. લાલ ચંદનની દાણચોરીની આ વાર્તામાં ‘પુષ્પા’ની ગરીબથી અમીર બનવાની સફર બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદન્ના પણ જોવા મળી હતી. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી અને ત્યારથી દર્શકો તેના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા હતા. આખરે આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.