દિવાળી અને છઠ પૂજા પહેલા ભારતીય રેલવેએ મુસાફરોની વધારાની ભીડને દૂર કરવા માટે વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. દિવ્ય ભાસ્કરને રેલવે ઓથોરિટીઝ તરફથી ઓફિશિયલ લિસ્ટ મળ્યું છે, જે મુજબ રેલવે વિભાગ ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ વિસ્તારમાંથી
.
રેલવે વિભાગ તરફથી મળતી માહિતી મુજબ અમદાવાદથી 6 જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો, રાજકોટથી એક સાપ્તાહિક એક્સપ્રેસ ફેસ્ટિવલ સ્પેશિયલ, વડોદરાથી એક સ્પેશિયલ ફેસ્ટિવલ ટ્રેન અને સુરતથી 21 સ્પેશિયલ ફેસ્ટિવલ ટ્રેનો ઉપડશે.
તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને પહોંચી વળવા માટે અમદાવાદ મંડળથી વિવિધ સ્થળો માટે વિશેષ ભાડા પર 6 જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
અમદાવાદથી આ ટ્રેન ઉપડશે અને પરત ફરશે
ટ્રેન | કુલ ટ્રીપ |
09445 સાબરમતીથી લખનૌ |
10 |
09446 લખનૌથી સાબરમતી (31 ઓક્ટો.થી 28 નવે. 2024) (દર ગુરુવારે 23:50 કલાકે ઉપડશે) |
|
09461 અમદાવાદથી દાનાપુર (26 ઓક્ટો.થી 16 નવે. 2024) (દર શનિવારે સવારે 8:25 કલાકે ઉપડશે) |
8 |
09462 દાનાપુરથી અમદાવાદ (27 ઓક્ટો.થી 17 નવે. 2024) (દર રવિવારે 21:55 કલાકે ઉપડશે) |
|
09403 અમદાવાદથી બનારસ |
6 |
09404 બનારસથી અમદાવાદ |
|
09467 અમદાવાદથી જયનગર (25 ઓક્ટોબર, 2024) (શુક્રવારે સાંજે 16:35 કલાકે ઉપડશે) |
2 |
09468 જયનગરથી અમદાવાદ (27 ઓક્ટોબર, 2024) (રવિવારે સવારે 10:30 કલાકે ઉપડશે) |
|
09003 વાપીથી દિલ્હી (25 ઓક્ટોબર, 2024) (શુક્રવારે વાપીથી બપોરે 12:55 કલાકે ઉપડશે) |
2 |
09004 દિલ્હીથી વાપી (26 ઓક્ટોબર, 2024) (શનિવારે સવારે 11:45 કલાકે ઉપડશે) |
|
09021 ઉધનાથી ભાવનગર (28 ઓક્ટો.થી 30 ડિસે. 2024) (દર સોમવારે ઉધનાથી 22:05 કલાકે ઉપડશે) |
20 |
09022 ભાવનગરથી ઉધના (29 ઓક્ટો.થી 31 ડિસે. 2024) (દર મંગળવારે ભાવનગરથી સાંજે 19:00 કલાકે ઉપડશે) |
રાજકોટથી આ ટ્રેન ઉપડશે અને પરત ફરશે
ટ્રેન | કુલ ટ્રીપ |
09597 રાજકોટથી ગોરખપુર (30 ઓક્ટો.થી 27 નવે. 2024) (દર બુધવારે બપોરે 15:15 કલાકે ઉપડશે) |
10 |
09598 ગોરખપુરથી રાજકોટ (1 નવે.થી 29 નવે. 2024) (દર શુક્રવારે સવારે 1:00 કલાકે ઉપડશે) |
વડોદરાથી આ ટ્રેન ઉપડશે અને પરત ફરશે
ટ્રેન | કુલ ટ્રીપ |
09115 વડોદરાથી ગયા (29 ઓક્ટોબર 2024) (મંગળવારે સવારે 00:45 કલાકે ઉપડશે) |
2 |
09598 ગયાથી વડોદરા (30 ઓક્ટોબર 2024) (બુધવારે સવારે 10:00 કલાકે ઉપડશે) |
ટ્રેનો માટે બુકિંગ 25 ઓક્ટોબર, 2024થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે. મુસાફરો ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
સુરતથી આ વિશેષ ટ્રેનો 10 નવેમ્બર સુધી ચાલશે
ટ્રેન | કુલ ટ્રીપ |
09025 વલસાડ-દાનાપુર | 3 |
09007 વલસાડ-ભિવાની | 3 |
09656 વલસાડ-અજમેર | 3 |
04714 વલસાડ-બિકાનેર | 3 |
09065 સુરત-છાપરા | 3 |
09059 સુરત-બેરહામપુર | 3 |
09117 સુરત-સુબેદાર ગંજ | 3 |
09045 ઉધના-પટના | 3 |
09041 ઉધનાછાપરા (અનારક્ષિત) | 3 |
09013 ઉધના-છાપરા | 3 |
09067 ઉધના-બરૌની | 3 |
09033 ઉધના-બરૌની | 6 |
08472 ઉધના-પુરી | 3 |
03418 ઉધના-માલદા ટાઉન | 3 |
09056 ઉધના-બાંદ્રા | 15 |
09061 ઉધના-ગાઝીપુર અનારક્ષિત | 3 |
09057 ઉધના-મેંગલુરુ | 3 |
09063 વાપી-દાનાપુર | 6 |
નોંધઃ આમાં વાપી-દાનાપુર ત્રિ-સાપ્તાહિક, ઉધના-બરૌની દ્વિ-સાપ્તાહિક અને ઉધનાનો સમાવેશ થાય છે. બાંદ્રા અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે અને બાકીની ટ્રેનો સાપ્તાહિક રહેશે.