મુંબઈ31 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશની નાની કંપનીઓ યોગ્ય ટ્રેક પર આગળ વધી રહી છે. 7 વર્ષમાં તેનો નફો 242% વધ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ સેગમેન્ટમાં લિસ્ટેડ કંપનીઓએ પોતાના દેવામાં નોંધપાત્ર રીતે ઘટાડો કર્યો છે. નાણાવર્ષ 2023-24માં 183 લિસ્ટેડ SME કંપનીઓનો ડેટ/ઇક્વિટી રેશિયો 0.5ના સ્તરે આવ્યો છે. જે નાણાવર્ષ 2018 બાદ સૌથી ઓછો છે. 2017-18 દરમિયાન આ કંપનીઓનો સરેરાશ ડેટ/ઇક્વિટી રેશિયો 0.9 હતો. તેની તુલના (બેન્ક અને ફાઇનાન્સ સેક્ટરને છોડીને) BSE 200 ઇન્ડેક્સની 152 કંપનીઓ સાથે કરવામાં આવી હતી.
આ વિશ્લેષણમાં સામેલ SME કંપનીઓએ 2017-18માં કમાયેલા પ્રત્યેક રૂ.100ના નફાની તુલનામાં 2023-24માં રૂ.342નો નફો કર્યો હતો. એટલે કે SMEની નફાકારકતા 242% વધી છે. જ્યારે BSE 200 કંપનીઓમાં તે 100થી વધીને રૂ.218 થયો છે. એટલે કે SME કંપનીઓનો નફો BSE 200માં લિસ્ટેડ કંપનીઓથી બમણાથી વધુ રહ્યો છે.
અત્યારનું પ્રમાણ પણ સારું :કંપનીની મજબૂતી માપવાનું વધુ એક માપદંડ કરન્ટ રેશિયો પણ ગત નાણાવર્ષે છેલ્લા 7 વર્ષમાં સૌથી સારો રહ્યો હતો. તે 2023-24માં 3.4 રહ્યો હતો. 2017-18માં 3 પર હતો. જ્યારે આટલા વર્ષોમાં BSE 200 કંપનીઓમાં આ આંકડો 1.3થી સુધરીને 1.4 પર જ પહોંચી શક્યો છે.
લિસ્ટિંગથી ફાયદો, મોડી મૂડી એકત્ર કરવામાં મદદ મળી રહી છે ફૉર્ચ્યૂન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ બિઝનેસમાં ફાઇનાન્સના એસોસિએટ પ્રોફેસર પૂર્ણિમા રાવ જણાવે છે કે લિસ્ટિંગથી નાની કંપનીઓના બિઝનેસ પર સકારાત્મક અસર પડી છે. ‘લિસ્ટિંગથી કંપનીઓને વધુ એક્ઝપોઝર મળે છે અને તેનાથી તેની કમાણીમાં પણ વધારો થઇ શકે છે.
નફામાં વૃદ્ધિ, જે અન્ય કંપનીના બાકી વ્યાજથી વધુ નાણાવર્ષ 2023-24 દરમિયાન સેમ્પલમાં સામેલ 183 લિસ્ટેડ SME કંપનીઓનો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો 4.75 પર હતો. જે છેલ્લા 7 વર્ષમાં સર્વાધિક સ્તર પર છે. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો એ વાતનું માપદંડ છે કે શું કંપનીઓ વ્યાજની ચૂકવણી પૂરી કરવા માટે પર્યાપ્ત ઑપરેટિંગ નફો કમાઇ રહી છે કે નહીં.
ડેટ/ઇક્વિટી રેશિયો: લોન માપદંડ 2.5થી વધુ ન હોવો જોઇએ ડેટ/ઇક્વિટી રેશિયો આ વાતને માપવાનો માપદંડ છે કે કોઇ કંપનીનું દેવાનું સ્તર ક્યા છે. ડી/ઇ રેશિયો વધુ હોવાનો અર્થ છે કંપની લોન પર વધુ નિર્ભર છે, જે જોખમનો સંકેત છે. 0.5 ડી/ઇ રેશિયોનો અર્થ છે કે કંપનીની પાસે ડેટ (દેવું)થી વધુ ઇક્વિટી છે. ભારતમાં સામાન્ય પણે 2 થી 2.5નો ડેટ/ઇક્વિટી રેશિયો યોગ્ય મનાય છે. જો કે સામાન્ય માર્ગદર્શિકા અનુસાર તે 2થી વધુ ન હોવો જોઇએ.