ઓટાવા11 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ 2025થી વિદેશી અસ્થાયી કર્મચારીઓની ભરત માટે નિયમ કડક કરી દીધા છે. તેમણે તેને ‘કેનેડા ફર્સ્ટ’નું નામ આપ્યું છે. ટ્રૂડોએ ગુરુવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કંપનીઓને નોકરીમાં હવે કેનેડાઈ નાગરિકતાને પ્રાથમિકતા આપવી પડશે.
કેનેડાની કંપનીઓએ હવે વિદેશી અસ્થાયી કર્મચારીઓને નોકરી પર રાખતા પહેલાં એ જણાવવું પડશે કે તેમને કેનેડાનો યોગ્ય નાગરિક મળ્યા નથી. ટ્રૂડોએ કહ્યું કે આ નિર્ણય ‘અસ્થાયી’ છે અને કેનેડાની વસ્તીમાં થઈ રહેલા વધારાને રોકવા માટે લેવામાં આવ્યો છે.
રિપોર્ટ્સ પ્રમાણે ટ્રૂડો સરકારના આ નિર્ણયથી પ્રવાસીઓ અને યુવાઓની વચ્ચે બેરોજગારી વધી શકે છે. ભારતીય વિદ્યાર્થી શોપિંગ મોલ, ફૂડ સ્ટોર અને રેસ્ટોરાંમાં કામ કરી રહ્યા છે. કેનેડામાં 2023માં ભારતીય અસ્થાયી વર્કરોની સંખ્યા સૌથી વધારે હતી. કૂલ 1.83 લાખ અસ્થાયી કર્મચારીઓમાંથી 27 હજાર ભારતીય હતા.
કોરોના મહામારી બાદ અર્થવ્યવસ્થાને સુધારવા માટે નિયમો બદલાયા
ટ્રુડો સરકારે 2022માં કોરોના મહામારી બાદ મજૂરોની અછતને કારણે નવા નિયમો બનાવ્યા હતા. પછી તેને ટેમ્પરરી ફોરેન એમ્પ્લોયી પ્રોગ્રામ નામ આપવામાં આવ્યું. જેમાં કેનેડિયન સિવાયના લોકોને રોજગાર સંબંધિત પ્રતિબંધોમાંથી રાહત આપવામાં આવી હતી. આ સિવાય તેમનો પગાર પણ વધારવામાં આવ્યો હતો.
સરકારના આ પગલાથી ભારતીય વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થયો છે. ત્યાં ગયેલા વિદ્યાર્થીઓએ અભ્યાસ સિવાય પાર્ટ ટાઈમ જોબ કરવાનું શરૂ કર્યું. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, ટ્રુડો સરકારના નિર્ણય બાદ ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકન યુનિવર્સિટીઓમાં એડમિશન લેવાને બદલે કેનેડિયન યુનિવર્સિટીઓને પસંદ કરી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર 2024માં લગભગ 13,35,878 ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી કેનેડામાં સૌથી વધુ 4.27 લાખ વિદ્યાર્થીઓ છે.
ટ્રુડોએ કહ્યું કે ઇમિગ્રન્ટ્સે કોરોના દરમિયાન લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે થયેલા નુકસાનમાંથી આપણી અર્થવ્યવસ્થાને પુનઃપ્રાપ્ત કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, પરંતુ હવે આને બદલવાનો સમય આવી ગયો છે. કેનેડાને તેની વસ્તી સ્થિર કરવાની જરૂર છે.
કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સના ડાયના વેલાસ્કોએ સરકારના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી. ન્યૂઝ એજન્સી રોઈટર્સ સાથે વાત કરતા તેમણે કહ્યું કે વિદેશી કામદારોને કામચલાઉ નોકરી આપવાથી દેશને ફાયદો થયો. અમે કોરોના પછી આવેલી મંદીનો સામનો કરવામાં સફળ રહ્યા છીએ, પરંતુ હવે અમે જે નિર્ણયો લઈ રહ્યા છીએ તેનાથી વેપારી સમુદાયને ખોટો સંદેશો જઈ રહ્યો છે. જો આપણે વધુ વિદેશી રોકાણ ઈચ્છીએ છીએ, તો આપણને વધુ સક્ષમ લોકોની જરૂર પડશે.
કેનેડામાં નાગરિકતા આપવામાં ઘટાડો, આની અસર ભારતીયોને થશે
કેનેડા વિદેશી નાગરિકોને કાયમી નાગરિકતા આપવા પર પણ ઘટાડો કરવા જઈ રહ્યું છે. ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલે ગુરુવારે કહ્યું કે એક વર્ષ પહેલા અમે 2025 અને 2026માં 5 લાખ લોકોને નાગરિકતા આપવાનો નિર્ણય લીધો હતો, પરંતુ અમારે આમાં ફેરફાર કરવો પડશે. વિકસિત દેશોમાં કેનેડાની વસ્તી વૃદ્ધિ સૌથી વધુ છે.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ એજન્સી અનુસાર, કેનેડાની વસ્તી 2023 થી 2024 સુધીમાં 3.2% અથવા 1.3 મિલિયન વધશે. 1957 પછી આ સૌથી મોટો વાર્ષિક વધારો છે. કેનેડામાં છેલ્લા એક વર્ષમાં 97% વસ્તી વધારો ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવાને કારણે થયો છે.
કેનેડાની 2021ની વસ્તી ગણતરી મુજબ 23% વસ્તી વિદેશી મૂળની હતી જેમણે પાછળથી કેનેડિયન નાગરિકત્વ મેળવ્યું હતું. 2021 સુધીમાં મોટાભાગના ઇમિગ્રન્ટ્સ એશિયા અને મધ્ય પૂર્વના હતા. કેનેડામાં પાંચમાંથી એક ઇમિગ્રન્ટ્સ ભારતીય છે.
મિલે કહ્યું- અમે આગામી 3 વર્ષમાં આપણા દેશમાં આવનારા સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં ઘટાડો કરીશું. આનાથી આગામી બે વર્ષમાં વસ્તી વધારાને રોકી શકાશે.