12 મિનિટ પેહલા
- કૉપી લિંક
તમિલ અને મલયાલમ એક્ટર બાલાએ ઘણી હિટ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ સ્કિલથી લોકોને પ્રભાવિત કર્યા છે. એક્ટરે 41 વર્ષની ઉંમરે ત્રીજી વખત લગ્ન કર્યા છે. એટલું જ નહીં મુખ્ય વાત એ છે કે જેની સાથે લગ્ન કર્યા છે તે મામાની દીકરી બહેન થાય છે.
મંદિરમાં કર્યા લગ્ન મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર બાલાએ કોકિલા નામની મહિલા સાથે લગ્ન કર્યા છે. બાલાના આ ત્રીજા લગ્ન છે. જેમાં પરિવાર અને મિત્રોની હાજરી જોવા મળી હતી. લગ્નની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે.
મામાની દીકરી બહેન સાથે જ લગ્ન કર્યાં એક્ટરે જણાવ્યું કે, તેને કોકિલા સાથે લગ્ન કર્યા છે.ગયા વર્ષે જ્યારે તેની તબિયત બગડી અને લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવી ત્યારે કોકિલાએ તેની ખૂબ કાળજી લીધી હતી. બાલાના ત્રીજા લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. આ તસવીરમાં બાલાએ સફેદ કુર્તો પહેર્યો છે અને તેની પત્ની કોકિલાએ મસ્ટર્ડ અને મરૂન રંગની સાડી પહેરી છે. આ સાથે સોનાના દાગીના પણ પહેર્યા છે.
બાલાએ ફેન્સ પાસે માંગ્યા આશીર્વાદ એક્ટર બાલાની સાઉથમાં મોટી ફેન ફોલોઈંગ છે. એક્ટરે તેના ફેન્સને કોકિલા સાથેના લગ્ન પછી આશીર્વાદ આપવા પણ કહ્યું હતું.
પહેલી પત્નીએ શારીરિક-માનસિક શોષણ લગાવ્યો આરોપ બાલા પર તેની પહેલી પત્ની સિંગર અમૃતા સુરેશે તાજેતરમાં જ જીવના જોખમ વિશે જણાવ્યું હતું અને તેની સામે શારીરિક અને માનસિક શોષણની ફરિયાદ નોંધાઈ હતી. બાલાની કેરળ પોલીસે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી, તેના પર એક મહિલાની ગરિમાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ કેટલીક શરતો પર જામીન પણ આપવામાં આવ્યા હતા.