1 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકાએ તેના નવા રાષ્ટ્રપતિની પસંદગી કરવાની તૈયારી કરી લીધી છે. 5 નવેમ્બર(ભારતીય સમય અનુસાર 6 નવેમ્બર)એ અમેરિકા તેના નવા રાષ્ટ્રપતિની પસંદગી કરશે. પરંતુ આ પહેલા એડવાન્સ વોટિંગ થઈ રહ્યું છે, જેના કારણે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે કારણ કે બે ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે ખરાખરીનો જંગ હોવાનું કહેવાય છે.
યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા ઇલેક્શન લેબના ડેટા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં 3 કરોડ લોકોએ એડવાન્સ વોટિંગ કર્યું છે. આમાં મોટા ભાગનું મતદાન મેઇલ(ટપાલ) દ્વારા થયું છે.
અમેરિકન ચૂંટણીમાં ખુલ્લેઆમ ટ્રમ્પનું સમર્થન કરી રહેલા ઈલોન મસ્કે કહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ સુધી દરરોજ કોઈ એક પસંદ કરાયેલા મતદારને 1 મિલિયન ડોલર એટલે કે લગભગ 8.40 કરોડ રૂપિયા આપશે. રસપ્રદ વાત એ છે કે આ સ્કીમ માત્ર 7 સ્વિંગ સ્ટેટ્સ માટે જ લાગુ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ 5 ઓક્ટોબરે બટલર, પેન્સિલવેનિયામાં એક રેલીમાં પહોંચ્યા. અહીં જ તેમના પર હુમલો થયો હતો. આ રેલીમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક પણ સામેલ થયા હતા. તેઓ આ ચૂંટણીમાં ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે.
પ્રી-પોલમાં અત્યાર સુધીમાં 3 કરોડ લોકોએ મતદાન કર્યું અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા કરવામાં આવેલા પ્રી-પોલ દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 3 કરોડ લોકોએ મતદાન કર્યું છે. આ મતદાન સામાન્ય મતદાનની જેમ જ પોલિંગ સેન્ટર પર જઈને અથવા તો મેઇલ(ટપાલ) દ્વારા કરવામાં આવે છે.
આ એડવાન્સ વોટિંગ ઘણા રાજ્યોમાં થયું છે, જ્યારે ઘણામાં થઈ રહ્યું છે. આ વખતે એડવાન્સ વોટિંગના પ્રારંભિક સર્વેમાં એવું લાગી રહ્યું છે કે રિપબ્લિકનને લીડ મળી રહી છે, જ્યારે આ પહેલા ડેમોક્રેટ્સ આગળ હતા.
2020નો રેકોર્ડ તૂટી શકે છે! આ વખતે પણ જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ એડવાન્સ મતદાન વધી રહ્યું છે. આ વખતે પ્રી-પોલ વોટિંગમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે 2020માં થયેલા એડવાન્સ વોટિંગનો રેકોર્ડ આ વખતે તૂટી શકે છે. તે સમયે 10 કરોડ લોકોએ એડવાન્સ વોટિંગ કર્યું હતું.
MIT ચૂંટણી ડેટા અને સાયન્સ લેબ અનુસાર, 2020માં લગભગ 60 ટકા ડેમોક્રેટ અને 32 ટકા રિપબ્લિકન મતદારોએ મતદાન કર્યું હતું. છેલ્લી ચૂંટણીમાં, પ્રી-પોલમાં બાઈડનને ફાયદો મળ્યો હતો. તે જ સમયે, ટ્રમ્પે એડવાન્સ મતદાનને લઈને ઘણી વખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મેઈલ દ્વારા વોટિંગમાં છેતરપિંડી થવાની આશંકા છે.
પ્રી-પોલ સર્વેમાં ટ્રમ્પને 47 ટકા વોટ મળ્યા જ્યારે કમલા હેરિસને 45 ટકા વોટ મળ્યા. આ સર્વે 19થી 22 ઓક્ટોબર વચ્ચે 1500 નોંધાયેલા મતદારો વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ટ્રમ્પને કમલા હેરિસ કરતાં વધુ પસંદ કરવામાં આવ્યા હતા.
આ વખતે 70% લોકો ચૂંટણી પહેલા મતદાન કરી શકશે 1988 પહેલા માત્ર 6 રાજ્યો એવા હતા જ્યાં વહેલા મતદાનનું ચલણ હતું. 1992થી ચૂંટણી પહેલા વહેલા મતદાનનું ચલણ વધ્યું છે. 1992ની ચૂંટણીમાં 7% લોકોએ મતદાન કર્યું હતું. NBC અનુસાર, આ વર્ષે ચૂંટણી પહેલા 14.5 મિલિયન લોકો મતદાન કરી શકે છે. તે લગભગ 70% છે.
સ્વાભાવિક રીતે, બાઈડનને છેલ્લી ચૂંટણીમાં પણ આનો ફાયદો થયો હતો, આ જ કારણ છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વખત એડવાન્સ પોલિંગ વિરુદ્ધ નિવેદનો આપી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે મેઈલ દ્વારા વોટિંગમાં છેતરપિંડી થઈ છે. આમ છતાં રિપબ્લિકન પાર્ટી આ ચૂંટણીમાં એડવાન્સ મતદાન કરવા માટે મતદારોને જાગૃત કરી રહી છે.