ન્યૂયૉર્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
ન્યૂયૉર્કના હારલેમમાં અશ્વેતોની સંખ્યા વધુ છે.
સવારનો સમય છે. હું ન્યૂયૉર્કના બ્રુકલિનમાં એક ઓપનઍર કૉફી શોપમાં છું. અમેરિકા 5 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટશે. રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ કમલા હેરિસ વચ્ચે સ્પર્ધા છે. કૉફી શોપમાં બેઠેલા યુવાનોએ ચૂંટણીની ચર્ચા શરૂ કરી.
ટ્રમ્પ સમર્થક આ ગ્રૂપની વાતોથી એવું ચિત્ર ઉપસ્યું કે ન્યૂયૉર્કમાં રિપબ્લિકન વર્ચસ્ વધારી રહી છે. 4 વર્ષ પહેલાં એવું નહોતું. ડેમોક્રેટિક ઉમેદવાર કમલાને ય સમર્થન છે પણ બાજી તો ટ્રમ્પ જ મારશે એવું લાગે છે.
અશ્વેત-શ્વેતો અને માઇગ્રન્ટ જૂથોની મોટી સંખ્યા ધરાવતા ન્યૂયૉર્કમાં અમેરિકામાં ચૂંટણીઓની નાડ પારખવાનો પ્રયાસ કરી શકાય છે. આ વખતે સૌથી મોટું પરિવર્તન અશ્વેત યુવાનોમાં જોવા મળ્યું છે. અશ્વેત બહુમતીવાળા વિસ્તારોમાં આશ્ચર્યજનક રીતે યુવાનોમાં ટ્રમ્પ રોલમૉડેલ તરીકે છવાઈ રહ્યા છે. સાથે જ ટ્રમ્પ તેમને નોકરી આપશે તેવી આશા પણ છે.
હારલેમ… અશ્વેત મહિલાઓમાં પ્રથમ પસંદગી કમલા હેરિસ બપોરે હું ન્યૂયૉર્કના અશ્વેતોના વિસ્તાર હારલેમ પહોંચ્યો. એક સ્ટોરમાં વિદ્યાર્થી કેરને કહ્યું રાષ્ટ્રપતિ તરીકે કમલા અમેરિકાને નવી ઊંચાઈએ લઈ જશે. સ્ટોરનાં માલિક નેન્સી પણ કમલાનાં સમર્થક છે. દુકાનની બહાર ઊભેલા કેટલાક અશ્વેત યુવાનોનું મંતવ્ય આનાથી જુદું હતું. ટ્રમ્પ સમર્થક યુવાનોનો તર્ક થોડો અજુગતો લાગ્યો. એ લોકોનું કહેવું હતું કે કમલા એટર્ની હતાં ત્યારે અશ્વેતોને જેલમાં ધકેલ્યા હતા.