પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા ફેસ્ટિવલ સીઝન દરમિયાન લોકોના આરોગ્ય અને સુરક્ષા માટે અનેક પગલાં લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ફૂડ સેફ્ટી ઓફિસરો એમ.એમ.પટેલ,યુ. એચ.રાવલ,એચ.બી ગુજ્જર ની ટીમે નવરાત્રિથી દિવાળીના આ સમયગા
.
તેઓ દ્વારા ઘી, માવો, મીઠો માવો, દૂધ અને દુધની બનાવટો, મીઠાઈ, ફરસાણ, બેકરી ઉત્પાદનો, ખાદ્ય તેલ, તૈયાર ભોજન, પનીર, ડ્રાય ફ્રૂટ અને મરી મસાલા જેવા વિવિધ ખાદ્ય પદાર્થો ઉપર અલગ-અલગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
તે દરમિયાન પાટણ જિલ્લામાંથી કુલ 55 Enforcement Samples અને 101 Surveillance Samples લેવામાં આવ્યા હતા. 68 ફૂડ બિઝનેસ પ્રિમાઇસના નિરીક્ષણ કરવામાં આવેલ ફૂડ બિઝનેસ ઓપરેટરોની અલગ અલગ કુલ છ એસોસિએશન સાથે અવેરનેશ અને ટ્રેનીંગ યોજવામાં આવી હતી. જેમાં કુલ 115થી વધુ ફૂડ બિઝનેસ ઓપરેટર જોડાયેલ તથા ત્રણ ફૂડ લાઇસન્સ અને રજીસ્ટ્રેશનનાં કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 90 ફૂડ લાઇસન્સ/રજીસ્ટ્રેશન મંજુર કરાવામાં આવેલ છે.
વિવિધ સરકારી તથાબિન-સરકારી શાળાઓ તથા કોલેજોના વિદ્યાર્થીઓ માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો કરી અંદાજીત 2000 કરતાં પણ વધુ વિધાર્થીઓને ખાદ્ય સુરક્ષા અને ભેળસેળ વિશે માહીતગાર કરવામાં આવેલ હતા. ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો ઝડપવા માટે અલગ-અલગ જગ્યાએ ત્રણ દરોડા પાડવામાં આવ્યા, જેમાં કુલ 15 નમુનાઓ લઈ બાકી રહેલ કુલ 2437 કિલો શંકાસ્પદ ઘી તથા 253 કિલો શંકાસ્પદ વેજીટેબલ ફેટનો જથ્થો સિઝ કરી લીધેલ નમુનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. જેનું પરિણામ આવ્યા બાદ આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ પગલાં પાટણના નાગરિકોના હિતમાં અને આરોગ્યને પ્રાથમિકતા આપીને હાથ ધરવામાં આવ્યા હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું.