વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપે આજે પાલનપુરના ચડોતર ગામના નવા બનાવેલા કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં યજ્ઞેશ દવે અને જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. ભાજપ દ્વારા વાવ વિધાનસભાના વિસ્તારમાં રોડ રસ્તા પાણી કેનાલોના પ
.
વાવ વિધાનસભા ની પેટા ચૂંટણીમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ત્યારે ભાજપે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં યજ્ઞેશ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. જેમાં વાવ વિધાનસભામાં રોડ રસ્તા, પાણી, કેનાલના પ્રશ્નોને લઈને જે કામો કર્યા છે એ વાતો અને અન્ય સમસ્યા ઉકેલવાના મુદ્દાઓ લઇને ભાજપ જનતા વચ્ચે જશે. મહત્વનું છે કે, ભાજપે વાવમાં ઠાકોર મત બેંક પર નજર રાખી અને ઠાકોર સમાજના ઉમેદવારને ભાજપે ઉતાર્યો છે, પરંતુ જો માવજી ચૌધરી (આંજણા પટેલ) ચૂંટણી લડે તો ભાજપ માટે કપરા ચઢાણ હોય એવું લાગી રહ્યું છે..