– મુંબઈની મહિલા વકીલ સાથે બે વખત શરીર સંબંધ બાંધ્યો : મહિલા અને યુવાન વ્હોટ્સએપ મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા : મિત્રતા વધ્યા બાદ પરિવારે લગ્નની પણ મંજૂરી આપી હતી
– કોર્ટ કેસ બાબતે બંને સુરતના સારોલી સારથી કોમ્પલેક્ષની હોટલ સિક્યોર ઈનમાં બે વખત રોકાયા હતા ત્યારે યુવાને સંબંધ બાંધી બાદમાં લગ્ન નહીં કરતા વકીલે ફરિયાદ નોંધાવી
સુરત, : મુંબઈના બોરીવલી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય મહિલા વકીલ સાથે વ્હોટ્સએપ મારફતે સંપર્ક થયા બાદ મિત્રતા વધતા પરિવારે લગ્નનની મંજૂરી આપ્યા બાદ મુંબઈ કલ્યાણના યુવાને કોર્ટ કેસ બાબતે બંને સુરતના સારોલી સારથી કોમ્પલેક્ષની હોટલ સિક્યોર ઈનમાં બે વખત રોકાયા હતા ત્યારે શરીર સંબંધ બાંધી બાદમાં લગ્ન નહીં કરતા મહિલા વકીલે યુવાન વિરુદ્ધ સુરતના સારોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંબઈના બોરીવલી ખાતે રહેતી 27 વર્ષીય વકીલ સ્વીટી ( નામ બદલ્યું છે ) ને મે 2019 માં વ્હોટ્સએપ ઉપર અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો.મેસેજ કરનારે પોતાની ઓળખ રાજ તિવારી તરીકે આપી મેસેજમાં લખ્યું હતું કે આપ કા નંબર આપકે ફ્રેન્ડ કે પાસ સે લીયા હૈ મેં આપકો પહેચાનતા હું.બાદમાં બંનેની મેસેજ ઉપર વાત થતી હતી.થોડા દિવસ બાદ તે વ્યક્તિએ પોતાનું સાચું નામ અવિનાશ દિનેશ મિશ્રા જણાવ્યું હતું.ત્યાર બાદ બંને વ્હોટ્સએપ ઉપર અને ફોન ઉપર વાત કરતા હતા અને એક મહિના બાદ તેઓ પહેલી વખત રુબરુ મળ્યા હતા.તે પછી તેઓ સતત મળતા હોય મિત્રતા વધી હતી અને અવિનાશે લગ્ન કરવા કહેતા બંનેના પરિવારજનો મળ્યા હતા અને તેમણે પણ લગ્નની મંજૂરી આપી હતી.
જુલાઈ 2023 માં અવિનાશના પિતાનો કાપડના વેપારની લેતીદેતીમાં સુરત કોર્ટમાં કેસ ચાલતો હોય અવિનાશે સ્વીટીને કેસ લડવા કહેતા તે તૈયાર થઈ હતી.તે સંદર્ભે બંને ગત 15 ડિસેમ્બર 2023 ના રોજ સુરત આવ્યા હતા અને સુરત કડોદરા રોડ સારોલી ગણપત કાકાના ગોટાવાળાની નજીક સારથી કોમ્પલેક્ષના બીજા માળે હોટલ સિક્યોર ઈન ( ઓયો રૂમ્સ ) માં રાત્રે રોકાયા હતા.ત્યાં અવિનાશે શરીર સંબંધ બાંધવા કહેતા સ્વીટીએ લગ્ન પહેલા તેમ કરવા ઈન્કાર કરતા અવિનાશે હમે શાદી તો કરની હી હે, તો ફીર ફીઝીકલ રીલેશન રખને સે કોઇ ગલત બાત નહી હે, શાદી કે પહેલે કરે યા શાદી કે બાદ કરે ઇસમે કોઇ ગલત નહી હે કહી શરીર સંબંધ બાંધ્યો હતો.ગત 2 જાન્યુઆરીના રોજ ફરી બંને સુરત આવ્યા અને તે જ હોટલમાં રોકાયા ત્યારે અવિનાશે સ્વીટીના ઈન્કાર છતાં ફરી શરીર સંબંધ બાંધ્યો હતો.
અવિનાશે ત્યાર બાદ લગ્ન અંગે કોઈ તૈયારી નહીં દર્શાવતા સ્વીટીએ તેને કહ્યું ત્યારે તેણે ઘરે અત્યારે સ્થિતી સારી નથી તેમ કહી થોડા દિવસ થોભવા કહ્યું હતું,પણ બાદમાં સ્વીટીને જાણ થઈ હતી કે અવિનાશના લગ્ન અંગે અન્ય સ્થળે વાત ચાલી રહી છે.આથી લગ્નની લાલચ આપી બે વખત શરીર સંબંધ બાંધી લગ્ન નહીં કરનાર અવિનાશ દિનેશ મિશ્રા ( રહે.સી-વીંગ ફ્લેટ નં.702, સીધ્ધીવિનાયક રેસીડન્સી, ગંગાજમના સોસાયટીની પાસે, ટેમઘર, કલ્યાણ ( ઇસ્ટ ), ભીવંડી, થાણે, મુંબઇ, મહારાષ્ટ્ર. મૂળ રહે.જૌનપુર, ઉત્તરપ્રદેશ ) વિરુદ્ધ ગતરોજ સારોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પીઆઈ એસ.આર.વેકરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.