બગસરા પાલિકા દ્વારા સફાઈ કામદારોને એડવાન્સ પગાર તેમજ ગત વર્ષનું બોનસ ન અપાતા સફાઈ કામદારો દ્વારા પાલિકા કચેરીની બહાર ધરણા કરવામાં આવ્યા છે. ગઇકાલે રજુઆત બાદ પ્રશ્નનુ નિરાકરણ ન આવતા આજથી સફાઈ કામગીરી બંધ કરવામાં આવી છે. બગસરા પાલિકા દ્વારા પહેલીથી સફા
.
આજે પાલિકા દ્વારા સફાઈ કામદારોની માંગણી સંતોષવામાં ન આવતા પાલિકા કચેરી ખાતે ધરણા ધરવામાં આવ્યા હતા. અગાઉ આંદોલન દરમિયાન 19/6ના રોજ સફાઈ કામદારોના 15 જેટલાં પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યું હતું. જે પૈકી આ બે પ્રશ્ન અધૂરા રહી ગયા હતા. હાલમાં દિવાળી જેવો તહેવાર માથે હોય સફાઇ કામદારોને બોનસ કે એડવાન્સ પગાર ન ચુકવાતા સફાઇ કામદારો મુશ્કેલીમા મુકાયા છે. } તસવીર – હાર્દિક બામટા
વર્ષ 2023-24નું બોનસ અને એડવાન્સ પગાર આપવામાં ન આવતા વિરોધ નોંધાવ્યો
સફાઇ કામગીરી બંધ કરાઈસફાઇ કામદારોએ આજથી સફાઇની કામગીરી પણ બંધ કરી દીધી હતી જેના કારણે ઠેકઠેકાણે કચરાના ઢગલા જોવા મળ્યાં હતા. અમુક સ્થળે તો વેપારીઓએ જાતે જ સફાઇ કરવી પડી હતી. ત્યારે સફાઇ કામદારોના પ્રશ્નનો વહેલી તકે ઉકેલ આવે તેવી માંગ કરાઇ છે.