સમી તાલુકાનાં ગોચનાદ ગામ પાસે આવેલ બનાસ નદીનાં બ્રીજનાં દક્ષિણ દિશા તરફનાં છેવાડે રોડ ઉપર ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે નાકાબંધી ગોઠવીને વોચમાં રહી બાતમી આધારે એક બોલેરો કારમાંથી રૂ।. 4,92,102ની કિંમતનાં 1942બોટલોનો જથ્થો ઝડપી લઈને બે શખ્સોની
.
આ અંગેની વિગતો એવી છે કે, ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલને મળેલી બાતમી આધારે હેડ કોન્સ્ટેબલ અજય રામચંદ્ર તથા સ્ટાફ સમી તાલુકાનાં ગોચનાદ ગામ પાસે વહેલી પરોઢે 6.30 વાગ્યાના સુમારે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન મહિન્દ્રા બોલેરો નીયો કારને અટકાવીને તેની તલાશી લીધી હતી.
આ કારની નંબર પ્લેટ ખોટી હોવાનું જણાયુ હતું. પોલીસે તેની તલાશી લેતાં અંદરથી રૂા. 4,62,102ની કિંમતનો 1942 બોટલોનો જથ્થો, રૂા.3310 ની રોકડ, રૂા. પાંચ લાખની ગાડી, રૂ।. 10 હજારનો મોબાઈલ મળી કુલે રૂા. 9,75,412નો મદ્દામાલ મળી આવ્યો હતો. આ કારમાંથી બે શખ્સો સરદારખાન ઇસબખાન જત મલેક અબીયાણા રોડ, પાર્કરવાસ, વારાહી તથા મહેશ રબારી દહિંસર, સાંતલપુરવાળા પકડાયા હતા. જ્યારે અન્ય ત્રણ સામે ગુનો નોંધ્યો હતો.