મુંબઈ10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડ સામે 2 ટેસ્ટ હારી ચૂકેલી ટીમ ઈન્ડિયાએ દિવાળી પર પણ ટ્રેનિંગ કરવી પડશે. ભારતીય ટીમ 3 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0થી પાછળ છે. ત્રીજી ટેસ્ટ મુંબઈમાં યોજાવાની છે અને તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માટે મહત્વપૂર્ણ છે.
ટીમ મેનેજમેન્ટે કહ્યું છે કે તમામ ખેલાડીઓ 1 નવેમ્બરથી શરૂ થઈ રહેલી મુંબઈ ટેસ્ટની તૈયારી કરશે. ભારતીય ટીમ મેનેજમેન્ટે ઓપશનલ ટ્રેનિશ સેશન નહીં યોજવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ્સ અનુસાર ત્રીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા 30 અને 31 ઓક્ટોબરે મુંબઈમાં પ્રેક્ટિસ કરશે. તમામ ખેલાડીઓએ આ સત્રમાં હાજરી આપવી પડશે. રોહિત, કોહલી અને બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને પણ દિવાળી દરમિયાન આરામ નહીં મળે.
WTCના દૃષ્ટિકોણથી મુંબઈ ટેસ્ટ મહત્વપૂર્ણ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી ભારતીય ટીમ માટે મુંબઈ ટેસ્ટ મહત્વપૂર્ણ છે. સતત 2 મેચ હાર્યા બાદ ભારતે હવે આગામી 6માંથી 4 ટેસ્ટ જીતવી પડશે. 5 મેચ ઓસ્ટ્રેલિયામાં છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચ જીતવી પડશે. જો ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે ક્લીન સ્વીપ કરવામાં સફળ થાય છે તો તેનું WTC ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની જશે.
પુણે ટેસ્ટમાં ભારતીય ટીમને 113 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
2 પોઇન્ટ્સમાં ટ્રેનિંગ સેશન
- ઓપશનલ: ઓપશનલ ટ્રેનિંગ સેશન સામાન્ય રીતે મેચ પહેલા યોજવામાં આવે છે. આમાં ખેલાડી પાસે ટ્રેનિંગ છોડવાનો વિકલ્પ છે. જે ખેલાડીઓને ટ્રેનિંગની જરૂર છે તેઓ આ સેશનમાં ભાગ લે છે. બાકીના ખેલાડીઓ હોટલોમાં આરામ કરે છે. મેચ પહેલા, ખેલાડીઓને તાજા રાખવા માટે ઓપશનલ ટ્રેનિંગ સેશન યોજવામાં આવે છે.
- જરૂરી: બે મેચ વચ્ચે ગેપ હોય ત્યારે આ ટ્રેનિંગ સેશન યોજવામાં આવે છે. આ સેશનમાં ટીમના તમામ ખેલાડીઓએ હાજર રહેવું ફરજિયાત છે.
(સામાન્ય રીતે, પ્રવાસ અને મેચના બીજા દિવસે ટ્રેનિંગ સેશન રાખવામાં આવતા નથી, જેથી ખેલાડીઓ આરામ કરી શકે.)
ભારતીય ટીમ સિરીઝમાં 0-2થી પાછળ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની સિરીઝમાં 0-2થી પાછળ છે. ટીમ પ્રથમ 2 ટેસ્ટ મેચમાં કિવીઝ સામે પરાજય પામી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું.