વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજ તાતા એડવાન્સ લિ.ના કાર્ગો પ્લેનના એસેમ્બલી પ્રોજેક્ટના ઉદઘાટન માટે આવી રહ્યા છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેટલી જ સુરક્ષા સ્પેનના વડાપ્રધાનને અપાશે, જેમાં સ્પેનની ઇન્ટેલિજન્ટ એજન્
.
સ્પેન સરકારે 1 માસ અગાઉથી વડોદરામાં તૈયારી શરૂ કરી હતી અને સ્પેનની ઇન્ટેલિજન્ટ એજન્સી તથા સુરક્ષા અધિકારીઓએ શહેરની મુલાકાત લીધી હતી. રવિવાર રાત્રે સ્પેનના વડાપ્રધાન વડોદરા પહોંચી રેસકોર્સ સર્કલ પાસે વેલકમ હોટેલ પર જશે. તેમની કારની આગળ-પાછળ સ્પેનની સુરક્ષા એજન્સી પણ હશે, જેમની સાથે એનઆઇએ અને એસપીજી ટીમની સુરક્ષા પણ રહેશે. વેલકમ હોટેલની સુરક્ષામાં સ્પેનના સુરક્ષા કર્મી અને ભારતીય સુરક્ષા એજન્સી જોડાઇ છે. રાતે 8 વાગ્યાથી સ્પેનના વડાપ્રધાન શહેરમાં રહેશે ત્યાં સુધી હોટેલમાં અન્ય માટે પ્રવેશબંધી કરાઈ છે. જ્યારે હોટેલની ચારેય તરફ સુરક્ષા કર્મીઓનો પહેરો ગોઠવાયો છે. જ્યારે સ્પેનના વડાપ્રધાન સાથે તેમનાં પત્ની મારિયા બેગોના ગોમેજ પણ આવી રહ્યાં છે. ત્યારે સ્પેનથી આવેલી તેમની સુરક્ષા ટીમમાં મહિલા ગાર્ડનો પણ સમાવેશ કરાયો છે.
સ્પેનની ઇન્ટેલિજન્ટ એજન્સીએ 1 માસ પૂર્વે વડોદરા પહોંચી સમીક્ષા કરી હતી