સાયબર ક્રાઇમમાં સૌથી વધારે ડિજિટલ અરેસ્ટ કરી લાખો-કરોડો રૂપિયા પડાવનારી ગેંગ સક્રિય છે, ત્યારે નારણપુરા પોલીસે ડિજિટલ એરેસ્ટ કરી લોકોના લાખો રૂપિયા પડાવનાર ગેંગના ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, સહિત અલગ અલગ રાજ્યોના 12 આરોપીઓની નારણપુરા પોલીસે ધરપકડ કરી
.
યુવતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા 4.92 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓએ રૂપિયા પડાવી લીધા બાદ યુવતીના પાડોશીને વીડિયો કોલમાં બોલાવીને તેની સાથે છેતરપિંડી કરી હોવાની જાણ કરી હતી. આરોપીઓએ સમગ્ર દેશમાં અનેક લોકો પાસે થી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા છે.
અલગ અલગ રાજ્યોના 12 આરોપીઓની નારણપુરા પોલીસે ધરપકડ કરી
13મી ઓક્ટોબરે અજાણ્યા નંબર પરથી ફોન મળતી માહિતી પ્રમાણે નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે રહેતી યુવતીને 13થી 14મી ઓક્ટોબરના દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ તેને કહ્યું હતું કે, થાઇલેન્ડ મોકલાવેલા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. ત્યારબાદ બીજો ફોન કરી યુવતીને યેનકેન પ્રકારે ડરાવી ધમકાવીને જુદીજુદી એજન્સીઓનાં બનાવટી કાગળો બતાવ્યા હતા અને ફરિયાદીની વિગતોની પીડીએફ ફાઈલ પણ મોકલી આપી હતી. બાદમાં તેના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા આરબીઆઇમાં જમા કરાવવા પડશે. વેરિફિકેશન બાદ રૂપિયા પરત મળશે તેમ કહીને બેંક એકાઉન્ટમાં જમા રૂપિયા તેમજ પર્સનલ લોન એમ કુલ રૂપિયા 4 લાખ 92 હજાર પડાવી લીધા હતા.
2 લેપટોપ, 17 મોબાઈલ, 11 ચેકબુક, 8 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત
બર્થ માર્ક જાણવા માગતા યુવતીએ પાડોશીને બોલાવ્યા આરોપીઓએ યુવતી પાસેથી રૂપિયા પડાવી લીધા બાદ બર્થ માર્ક જાણવા માટે કપડાં ઉતારવા માટે પણ કહ્યું હતું. જો કે, યુવતીએ સ્પષ્ટ ના કહી દીધી હતી. એટલું જ નહીં, આરોપીઓએ યુવતીના પાડોશીને વીડિયો કોલમાં બોલાવીને તેમણે આ યુવતી સાથે ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડી કરી હોવાની જાણ કરી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ યુવતી નારણપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબરની વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી.
ACP એચ. એમ. કણસાગરાએ ડિજિટલ એરેસ્ટ ગેંગની માહિતી આપી
2 લેપટોપ, 17 મોબાઈલ, 11 ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત આ સમગ્ર કેસમાં તપાસ કર્યા બાદ પોલીસને સફળતા મળતા ગણતરીના દિવસોમાં ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, સહિત અલગ અલગ રાજ્યોના 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી પોલીસે 2 લેપટોપ, 17 મોબાઈલ, 11 ચેકબુક, 8 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ચાઈનીઝ હેન્ડલરો ટેલીગ્રામ મારફતે અલગ અલગ ચેનલ બનાવી તેમાં સભ્યોને એડ કરી લોભામણી જાહેરાતો આપી તગડું કમિશન કે ઊંચા પગાર આપવાની લાલચ આપીને બેંક એકાઉન્ટ મેળવી, જેમાં ફ્રોડના રૂપિયા ડિપોઝિટ કરાવે છે. ડિજિટલ એરેસ્ટ કરતી આ ગેંગના મુખ્ય આરોપીઓને પકડવા માટે હવે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ગેંગના મુખ્ય આરોપીઓને પકડવા માટે હવે પોલીસે વધુ તપાસ શરૂ કરી