46 મિનિટ પેહલા
- કૉપી લિંક
રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’ દિવાળીના અવસર પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ સેન્સર બોર્ડે પાસ કરી દીધી છે. જો કે, ફિલ્મને U/A પ્રમાણપત્ર આપવાની સાથે, સેન્સર બોર્ડે કેટલાક દ્રશ્યો પર કાતર ફેરવી છે. ‘સિંઘમ અગેઇન’ને રામાયણ સાથે જોડવામાં આવી છે. આવી સ્થિતિમાં બોર્ડે 7.12 મિનિટના ફૂટેજને સેન્સર કર્યો છે જેથી ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે.
‘સિંઘમ અગેઈન’માં રામાયણ મુદ્દે ‘મહાભારત’ બોલિવૂડ હંગામા અનુસાર, સેન્સર બોર્ડ કમિટીએ જરૂરિયાત મુજબ બે જગ્યાએ 23 સેકન્ડનો ‘મેચ કટ’ સીનને બદલવા માટે કહ્યું છે. રિપોર્ટ અનુસાર, પહેલા 23 સેકન્ડના લાંબા સીનમાં ભગવાન રામ, માતા સીતા અને હનુમાનને સિંઘમ (અજય દેવગન), અવની (કરીના કપૂર) અને સિમ્બા (રણવીર સિંહ)ના રૂપમાં બતાવવામાં આવ્યા છે. બીજા 23 સેકન્ડ લાંબા સીનમાં સિંઘમ અને શ્રી રામના ચરણ સ્પર્શનો સીન બતાવવામાં આવ્યો છે.
આટલા સીનમાં થશે બદલાવ આ સિવાય સેન્સર બોર્ડે મેકર્સને 16 સેકન્ડનો એક સીન કાપવા કહ્યું છે જેમાં રાવણ માતા સીતાને પકડીને, ખેંચીને અને ધક્કો મારી રહ્યો છે. એટલું જ નહીં, 29 સેકન્ડનો એક સીન પણ હટાવી દેવામાં આવ્યો છે જેમાં હનુમાનને સળગતા અને સિમ્બાને (જે હનુમાન તરીકે બતાવવામાં આવ્યો છે) ફ્લર્ટ કરતા બતાવવામાં આવ્યા છે. આ સાથે બેકગ્રાઉન્ડમાં વાગતું શિવ સ્તોત્ર પણ ડિલીટ કરવામાં આવ્યું છે.
શા માટે સીનમાં કરવામાં આવ્યો બદલાવ બોર્ડે 26 સેકન્ડના ડાયલોગ અને સીનને પણ સેન્સર કર્યા છે. બોર્ડે કહ્યું કે આ ડાયલોગ પડોશી દેશ સાથે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોને અસર કરી શકે છે.
એક ડિસ્ક્લેમર ઉમેરવાનો આદેશ આપ્યો CBFCએ ટીમને ફિલ્મની શરૂઆતમાં એક ડિસ્ક્લેમર ઉમેરવાનો આદેશ આપ્યો છે જેમાં લખ્યું છે કે, “આ ફિલ્મ સંપૂર્ણપણે કાલ્પનિક છે… ફિલ્મની સ્ટોરી ભગવાન રામ દ્વારા પ્રેરિત હોવા છતાં, ફિલ્મના કોઈપણ પાત્રો આનાથી પ્રેરિત નથી. સ્ટોરી આજના વિશ્વના લોકો, તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને દર્શાવે છે.