20 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
મંગળવારે શેરબજારમાં ફરી એકવાર દિવાળીના માહોલ વચ્ચે તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં પણ તેજી જોવા મળી હતી. ઘણાં દિવસો બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી સતત બીજા દિવસે એકવાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 363 પોઈન્ટના ઉછાળા સાથે 80369 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 127 પોઈન્ટના ઉછાળા સાથે 24477 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૯૬૬ પોઈન્ટના ઉછાળા સાથે 52294 પોઈન્ટના સ્તરે બંધ થયો.
છેલ્લા પાંચ સત્રમાં સતત ઘટયા બાદ ઈક્વિટી બજારમાં આજે સાવચેતીભર્યો સુધારો જોવાયો હતો. બેન્કિંગ તથા મેટલ શેરોની આગેવાની હેઠળ મોટાભાગના ક્ષેત્રોમાં નીચા મથાળેથી ખરીદી નીકળી હતી. જો કે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ખેલાડીઓ વધુ પડતું લેણ કરવાથી દૂર રહી સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યા હોવાનું જણાય છે. મધ્યપૂર્વમાં યુદ્ધની શકયતા હાલમાં ટળી ગયાનું જણાતા રોકાણકારોના માનસને ટેકો મળ્યો છે. જો કે વિદેશી ફન્ડોનું હેમરિંગ ચાલુ રહ્યું હતું. ફન્ડ હાઉસની વર્તમાન મહિનામાં ઈક્વિટીમાં વધુ રૂપિયા 3200 કરોડની નેટ વેચવાલી આવી હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસ લેબ,ટોરેન્ટ ફાર્મા,સન ફાર્મા,પીડીલાઈટ,હિન્દુસ્તાન યુનીલીવર,નેસ્ટલે ઇન્ડિયા,લ્યુપીન, એક્સીસ બેન્ક,રામકો સિમેન્ટ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં અદાણી એન્ટર.,લાર્સેન,ઈન્ડીગો,ટીવીએસ મોટર્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,એસીસી,ગ્રાસીમ,રિલાયન્સ,ગોદરેજ પ્રોપટી,ટાટા કમ્યુનિકેશન,કોટક મહિન્દ્રા બેન્ક,એચડીએફસી બેન્ક,ઈન્ફોસીસ,વોલ્ટાસ,હેવેલ્લ્સ,એચસીએલ ટેકનોલોજી,ટાટા મોટર્સ ભારતી ઐરટેલ,સિપ્લા જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3991 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1623 અને વધનારની સંખ્યા 2242 રહી હતી, 126 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 02 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 13 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24477 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24606 પોઇન્ટના પ્રથમ અને 24676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24373 પોઇન્ટથી 24303 પોઇન્ટ, 24280 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52294 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52008 પોઇન્ટના પ્રથમ અને 51808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52373 પોઇન્ટથી 52434 પોઇન્ટ, 52505 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 52505 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ( 2893 ) :- બાલકૃષ્ણ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2844 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2828 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2909 થી રૂ.2917 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2940 ઉપર તેજી તરફી ધ્યાન.
ઈન્ફોસીસ લીમીટેડ ( 1842 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1808 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1787 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1858 થી રૂ.1870 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! હિન્દુસ્તાન યુનીલીવર ( 2551 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ.2590 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2525 થી રૂ.2508 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2606 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! વોલ્ટાસ લીમીટેડ ( 1769 ) :- રૂ.1797 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1808 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1744 થી રૂ.1727 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1820 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા… મિત્રો, વૈશ્વિક પ્રવાહો,જીઓપોલિટીકલ ટેન્શન અને કંપનીઓના કોર્પોરેટ પરિણામો તેમજ ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે. સંવત 2080ની શેરોમાં ઐતિહાસિક તેજી બાદ છેલ્લા એક મહિનામાં મોટા કરેકશન સાથે વિદાય થઈ રહી છે. ઘણા શેરોમાં રોકાણકારોને રેકોર્ડ વળતર છૂટયા બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ઓકટોબર મહિનામાં અત્યાર સુધીમાં રૂ.1,00,256 કરોડ જેટલી જંગી ચોખ્ખી વેચવાલીના પરિણામે આવેલા કરેકશને મોટું ધોવાણ નોતર્યું છે.રોકાણકારોની સંપતિમાં 25 દિવસમાં જ રૂ.34.37 લાખ કરોડનું ધોવાણ થયું છે.
વિદેશી ફંડોની વેચવાલી સામે લોકલ ફંડોની ખરીદી પર્યાપ્ત નહીં રહી બજારની પડતીને અટકાવી શકી નથી. ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા વળતાં પ્રહારે મિડલ ઈસ્ટમાં ફરી ટેન્શન અને કોર્પોરેટ પરિણામો ફ્રન્ટલાઈન કંપનીઓના નબળા આવી રહ્યા હોવા સાથે બેંકોમાં એસેટ ગુણવતા મામલે ચિંતાને લઈ સપ્તાહના અંતે આવેલા કડાકામાં શેરોના ભાવોમાં ઘટાડાએ દિવાળી ટાંકણે રોકાણકારોના ચોપડે વળતરમાં ઘટાડાની નિરાશાજનક સ્થિતિ સજીૅ છે. શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે. વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે. જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.