જનરલ હોસ્પિટલ મહેસાણા પરિવારે દિવાળી સેલિબ્રેશનનું આયોજન કર્યું જેનો મુખ્ય આશય દાખલ દર્દીઓ જે પોતાના રોગથી પીડાતા હોય તેમને હોમલી વાતાવરણ પૂરું પાડવું અને હોસ્પિટલમાં જ રોશની ફટાકડા મીઠાઈ અને રંગોળી જેવી મજા માણી શકે તે હેતુસર ડો.ગોપી પટેલ સીડીએમઓ સવ
.
આ ઉપરાંત મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું.ત્યારબાદ રંગોળી સ્પર્ધા અને કેન્ડીલ સ્પર્ધાના આયોજનમાં ટોટલ 70 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો જેમાં કેન્ડીલના લીધે રાત્રે હોસ્પિટલનું ચોગાન રોશનીથી ઝળહળી ઉઠ્યું. સ્પર્ધામાં વિજેતા થનારને સીડીએમઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં કલેક્ટર અને ડીડીઓ ઉપસ્થિત રહ્યા અને દર્દીઓ સાથે ફટાકડા ફોડીને દિવાળીનું સેલિબ્રેશન કર્યું.
સ્પર્ધામાં નિર્ણાયક તરીકે રાખી દેસાઈ તેમજ શૈલા લોખંડવાલા ઉપસ્થિત રહ્યા હતા. આર.એમ.ઓ, એ.ઓ, એ.એચ.એ. તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને એમના પરિવારજનો ઉપસ્થિત રહીને ઉત્સાહમાં વધારો કર્યો હતો. નિરોગી તેમજ સ્વસ્થ રહોના કાર્ડ નર્સિંગ સ્ટુડન્ટ દ્વારા દર્દીઓને આપી શુભેચ્છા પાઠવી હતી અને દિવાળીના પર્વની ઉજવણીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.