રાજકોટના ભારતીય જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા પારડી PGVCL કચેરી ખાતે ચાલી રહેલી સત્યનારાયણ ભગવાનની કથાને બંધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યભરમાં બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ દરમિયાન ગઈકાલે જયંત પંડ્યાના ઘર ઉપર ગંગાજળ છાંટી શુ
.
સનાતન ધર્મના કાર્યક્રમોમાં રૂકાવટ ઊભી કરી તોડપાણી કરે બ્રહ્મ અગ્રણી વિરલ દવેએ જણાવ્યું હતું કે, આજથી બે દિવસ પહેલા એક જગ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી. જેમાં દાનવરૂપી જયંત પંડ્યા દ્વારા આ કથાને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે-સાથે ધાક ધમકી આપવામાં આવી કે, હું તારી નોકરી ખાઈ જઈશ. જ્યાં પૂજારીને હેરાન કરવામા આવ્યા હતા. જયંત પંડ્યા પોતે એક ગુનેગાર છે. તેને અગાઉ સજા પડેલી છે. તેનુ મુખ્ય કાર્ય સનાતન ધર્મના કાર્યક્રમોમાં રૂકાવટ ઊભી કરવી અને તોડપાણી કરવા. પોલીસ પ્રશાસનને પણ હેરાન કરે છે.
ઘરથી થોડે દૂર સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી ભારતીય જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પારડી PGVCL કચેરી ખાતે સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરાવ્યા બાદ તેઓ વિરોધનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે કર્મકાંડી બ્રાહ્મણો રૈયા રોડ ઉપરના બ્રહ્મ સમાજ ચોક પાસે આવેલા જીવનનગરમાં જયંત પંડ્યાના ઘર પર પહોચ્યા હતા અને ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કર્યું હતું અને આજે સાંજે તેમના ઘર પાસે જ સત્યનારાયણની અધૂરી કથા પૂર્ણ કરવા માટેનું એલાન કર્યું હતું. જોકે. જયંત પંડ્યા એ પોલીસ પ્રોટેક્શન માંગતા તેમના ઘર પાસે કથા થઈ શકી ન હતી અને તેથી તેના ઘરથી થોડે દૂર સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી.