રાજ્યમાં B2C ક્ષેત્રમાં થતી કરચોરી મુખ્યત્વે બીલ વિનાના થતા વેચાણો અટકાવવા માટે વિભાગને મળેલી ચોક્કસ બાતમીને આધારે રાજ્યમાં જવેલરી અને બુલિયનના 15 વેપારીઓને ત્યાં સુરત, રાજકોટ અને અમદાવાદ ખાતે તારીખ 29/10/2024ના રોજ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી
.
બિનહિસાબી સ્ટોક, રોકડ અને બિલ વિનાના વેચાણો મળ્યાં સ્ટેટ GSTની કાર્યવાહી દરમિયાન બિનહિસાબી સ્ટોક, બિનહિસાબી રોકડ, છુપાવેલી મજુરી ખર્ચ અને બિલ વિનાના વેચાણો મળી આવ્યા હતા. અત્યાર સુધી તપાસ દરમિયાન તમામ કેસોમાં મળી લગભગ રૂ 2.70 કરોડની કરચોરી મળી આવી છે. કાયદા મુજબની આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અગાઉના વર્ષોના રિટર્ન ચકાસણીનો સમાવેશ થાય છે.