વડોદરાઃ કરચીયા તળાવ પાસે ખુલ્લેઆમ દારૃ વેચાઇ રહ્યો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડયો હતો.પોલીસે સ્થળ પરથી દારૃનો જથ્થો કબજે કરી ગુડ્ડુની તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,કરચીયા તળાવ પાસે સમાજની વાડી પાસે દારૃનું વેચાણ થઇ રહ્યું હોવાની વિગતો મળતાં દરોડો પાડયો હતો.પરંતુ દારૃ વેચતા ગુડ્ડુને પોલીસની જાણ થતાં તે ભાગી ગયો હતો.
પોલીસે સ્થળ પરથી રૃ.૧૦ હજાર ઉપરાંતની કિંમતની ૧૨૩ બોટલ કબજે કરી ગુડ્ડુ રામનરેશ જયસ્વાલ(રણોલી ગામ,મૂળ મિલન પાર્ક, કરોડિયારોડ)સામે ગુનો નોંધ્યો છે.ગુડ્ડુ સામે જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં દારૃના ૧૫થી વધુ ગુના નોંધાયેલા છે.