28 મિનિટ પેહલા
- કૉપી લિંક
અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ અગેઈન’ અને કાર્તિક આર્યન સ્ટારર ‘ભૂલ ભુલૈયા 3’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. બોક્સ ઓફિસ પર બંને વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. બંને પોતાની ફિલ્મને બને તેટલા લોકો સુધી લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવામાં બંને ફિલ્મો માટે એક મુશ્કેલી ઉભી થઈ છે.
‘સિંઘમ અગેઈન‘ અને ‘ભૂલ ભુલૈયા 3’ પર આ દેશે મુક્યો પ્રતિબંધ ‘સિંઘમ અગેઈન’ અને ‘ભૂલ ભુલૈયા 3’ને સાઉદી અરેબિયામાં પ્રતિબંધિત કરવામાં આવી છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, ધર્મ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાને કારણે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાએ અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ અગેન’ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે કારણ કે તે હિંદુ-મુસ્લિમ વચ્ચે ટકરાવ દેખાડી રહી છે.
‘ભૂલ ભુલૈયા 3’ પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ પર સમલૈંગિકતાને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રુહ બાબા (કાર્તિક આર્યન) ફિલ્મમાં હોમોસેક્સ્યુઅલ રેફરન્સનો ઉપયોગ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં જો આ ફિલ્મને સાઉદી અરેબિયામાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવે તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
‘સિંઘમ અગેઈન’માં રામાયણ મુદ્દે ભારતમાં પણ ‘મહાભારત’ બોલિવૂડ હંગામા અનુસાર, સેન્સર બોર્ડ કમિટીએ જરૂરિયાત મુજબ બે જગ્યાએ 23 સેકન્ડનો ‘મેચ કટ’ સીનને બદલવા માટે કહ્યું હતું. રિપોર્ટ અનુસાર, પહેલા 23 સેકન્ડના લાંબા સીનમાં ભગવાન રામ, માતા સીતા અને હનુમાનને સિંઘમ (અજય દેવગન), અવની (કરીના કપૂર) અને સિમ્બા (રણવીર સિંહ)ના રૂપમાં બતાવવામાં આવ્યા છે. બીજા 23 સેકન્ડ લાંબા સીનમાં સિંઘમ અને શ્રી રામના ચરણ સ્પર્શનો સીન બતાવવામાં આવ્યો છે. તેમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું હતું.
બંને ફિલ્મની સ્ટાર કાસ્ટ કાર્તિક ઉપરાંત, અનીસ બઝમીની ‘ભૂલ ભુલૈયા 3’માં વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી પણ છે. અજય દેવગન ઉપરાંત રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’માં અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, સલમાન ખાન, ટાઈગર શ્રોફ, જેકી શ્રોફ, અર્જુન કપૂર અને રણવીર સિંહ છે.
દિવાળી પર ઘણી મોટી ફિલ્મો રિલીઝ થાય છે આ પહેલીવાર નથી જ્યારે દિવાળી પર ફિલ્મોની ક્લેશ ચર્ચામાં છે. આ પહેલા પણ દિવાળીના અવસર પર બોક્સ ઓફિસ પર ઘણી મોટી ફિલ્મો ટકરાઈ છે.
સૂર્યવંશી 2021 માં, અક્ષય કુમાર અને કેટરિના કૈફ અભિનીત, માત્ર ‘સૂર્યવંશી’ જ દિવાળી પર રિલીઝ થઈ હતી. લોકો આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મને મોટી સફળતા મળી.
રામ સેતુ vs થેન્ક ગોડ રામ સેતુ અને થેન્ક ગોડ 2022માં દિવાળી પર રિલીઝ થઈ હતી. રામ સેતુમાં અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ અભિનિત હતા. અને થેન્ક ગોડમાં અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા હતા.
‘ટાઇગર 3’ ‘ટાઇગર 3’ 2023 માં દિવાળી પર એકલા રિલીઝ થઇ હતી. સલમાન ખાન અને કેટરિના કૈફની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો.