સાબરકાંઠા જિલ્લામાં તાલુકા મથકે અને ગામે ગામ ગરોબોના દ્વારે પહોંચીને કપડા, મીઠાઈ અને ફટાકડા આપ્યા હતા. જ્યારે હિંમતનગરમાં ધારાસભ્યએ આજે ગરીબોને વસ્ત્રદાન કર્યું હતું. આમ દિવાળીના પર્વે પ્રેરણાત્મક કાર્ય જોવા મળ્યું હતું.
.
આ અંગેની વિગત એવી છે કે, વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા હિંમતનગર, ઇડર, પ્રાંતિજ અને તલોદ મુકામે 400થી વધુ વંચિત પરિવારોમાં 250 ગ્રામ મોહનથાળ અને 400 ગ્રામ સેવનું વિતરણ કરવામાં આવ્યું. તદુપરાંત વિજયનગરના લુસડીયા ખાતે ચાલતી 17 જેટલી બાળ સંસ્કાર શાળાઓના 500થી વધુ બાળકોમાં પણ બુંદી અને સેવનું વિતરણ કરવામાં આવ્યું. પ્રાંત સેવા પ્રમુખ ધીરુભાઈ લિંબચિયાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, દિવાળીના પાવન દિવસોમાં વંચિત પરિવારોમાં મીઠાઈ ફરસાણનું વિતરણ કરવાથી આ પરિવારોમાં પણ તહેવારનો આનંદ અને ઉમંગ વર્તાય છે. સેવા વસ્તીના બાળકોના મુખ પર આવતા હાસ્યને જોઈને સૌ કાર્યકર્તાઓએ દિવાળીની સાચી ઉજવણી કર્યાનું સુખ પ્રાપ્ત કરે છે.
આ દિવ્ય કાર્યમાં પ્રાંત મંત્રી નલીનભાઈ પટેલ, વિભાગ સેવા પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી ,જિલ્લા સેવા પ્રમુખ ચંપકભાઈ પ્રજાપતિ, ઇડર સેવા પ્રમુખ પ્રતિકભાઈ શાહ, જયંતિભાઈ પ્રજાપતિ, પ્રદીપભાઈ ખરાદી, ઇડર ઉપાધ્યક્ષ સંજયભાઈ જોશી , ઇડર મંત્રી રવિભાઈ, નટુભાઈ બારોટ, પ્રાંતિજ અધ્યક્ષ કમલેશભાઈ પટેલ, તલોદ અધ્યક્ષ ટીનુસિંહ , તલોદ મંત્રી જૈમીનભાઈ પટેલ, જિલ્લા બજરંગદળ સંયોજક નિશાંતભાઈ બારોટ, જિલ્લા બજરંગદળ સહસયોજક યુવરાજસિંહ અને સંજયભાઈ ભોઈ, તલોદ બજરંગદળ સંયોજક ગફુરભાઈ દેસાઈ, કમલેશભાઈ દરજી, ક્રિશનાભાઈ રાઠોડ, રોહનભાઈ, ગિરીશભાઈ રાવલ, અજયસિંહ ચંપાવત, રાજભાઈ કનોજીયા, ભૂપેન્દ્રસિંહ, કમલેશભાઈ પરમાર, રાધેભાઈ , ભવ્યભાઈ , હર્ષભાઈ તથા હિંમતનગર, ઈડર , પ્રાંતિજ અને તલોદ ની સમગ્ર ટીમેં સમયદાન આપીને આ સેવા યજ્ઞમાં જોડાયા હતા અને સેવા વસ્તીના તમામ પરિવારોને દિવાળીની અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
બીજી તરફ હિંમતનગરમાં ગુરુવારે દિવાળી પર્વ પર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલી રહેલા વસ્ત્રદાન અભિયાન અંતર્ગત વસ્ત્રદાન કરી જરૂરિયાતમંદોને સહાય કરીને સાચા અર્થમાં પ્રકાશ પર્વની ઉજવણી કરવા માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર દ્વારા વસ્ત્રદાન અને મીઠાઈ વિતરણ કરીને કરી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાની ઉપસ્થિતિમાં ગરોબોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠાના હિંમતનગરના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો હાજર રહ્યા હતા.