વહેલી સવારથી જ રાજ્યભરમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઊજવણી થઈ રહી છે. ફટાકડાના અવાજથી વાતાવરણ ગૂંજી રહ્યું છે. ધાબા પર મ્યુઝિક સિસ્ટમ સાથે લોકો ઉમંગ અને ઉલ્લાસ સાથે આતશબાજી કરી રહ્યાં છે.
.
આકાશ ફટાકડાથી ગુંજી ઉઠ્યું આજે દિવાળીના દિવસે અમદાવાદમાં આકાશમાં ભવ્ય આતશબાજી જોવા મળી હતી. આકાશ ફટાકડાથી ગુંજી ઉઠ્યું હતું. અમદાવાદની મોટી ઇમારતોથી લઈ દરેક મકાનો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. મોડી રાત સુધી ફટાકડાની આતશબાજી જોવા મળી હતી.
કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તૈયાર ક્યાંય પણ નાના-મોટા બનાવો ન બને અને દિવાળીના તહેવાર દરમિયાન શાંતિ અને એકતા જળવાય તેને ધ્યાનમાં રાખી શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી જેવી કે, પ્રોહિબીશન, ગેમ્બલિંગ અંગેની ડ્રાઈવ, કોમ્બિંગ નાઈટ, ફૂટ-પેટ્રોલિંગ, નાસતા ફરતા આરોપી પકડવાની ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.