દિવાળીના તહેવારની સર્વત્ર હર્ષોલ્લાસભેર ઉજવણી કરી રહ્યાં હતાં ત્યારે સુરત એરપોર્ટથી દુબઈ જવા ઉત્સુક 25 મુસાફરોની દિવાળી બગડવા પામી હતી. 25 મુસાફરોને આજની સુરતથી દુબઇની ફ્લાઈટમાં ચઢવા દેવાયા ન હતા. મુસાફરોનાં ડોક્યુમેન્ટ્સમાં ટેકનિકલ ઇશ્યુ હોવાને કારણ
.
મુસાફરોને આજની સુરતથી દુબઇની ફ્લાઈટમાં ચઢવા દેવાયા ન હતા સુરત એરપોર્ટથી મળતી માહિતી મુજબ ઈન્ડિગો એરલાઈન્સની સુરતથી દુબઇની ફલાઈટ આજે ઓ.10 વાગ્યાનાં પૂર્વ નિર્ધારિત ડીપાર્ચર સમયથી 17 મિનિટ મોડી 9.27 કલાકે રવાના થઈ હતી. આ ફ્લાઈટમાં મુસાફરી કરનારા મુસાફરો સાડા છ થી પોણા – સાત સુધીમાં સુરત એરપોર્ટ પર પહોંચી ચૂકયા હતા. બૉડિંગ અને લગેજ ચેક-ઈન સમયે 25 જેટલા મુસાફરોને સાઈડ પર ઉભા રાખીને અન્ય મુસાફરોનું ક્લીયરન્સ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે 25 મુસાફરોને એવું કહેવામાં આવ્યું કે તેમના ડોક્યુમેન્ટસમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે.
મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો પહેલા તો સ્પષ્ટ કારણ અપાયું ન હતું કે પાસપોર્ટમાં ઇસ્યુ છે કે વિઝામાં કોઈ ખામી છે. મુસાફરોને કોઇ સ્પષ્ટ કારણ આપ્યા ન હતા. બાદમાં એવી પણ વાતો વહેતી થઇ હતી કે તેમની ટિકીટ બુકિંગમાં ઇશ્યુ છે. આ અંગે સુરત એરપોર્ટ ઓથોરિટીના એક પણ અધિકારીએ મગનું નામ મરી પાડ્યું ન હતું. 9.27 કલાકે જ્યારે ઇન્ડિગો એરલાઈન્સનું વિમાન સુરત એરપોર્ટથી દુબઈ જવા ટેકઓફ થયું ત્યાં સુધી 25 મુસાફરોએ અનેક રજૂઆતો કરી તેમના આગળનાં પ્લાન અને બુકિંગ સહિતના ડોક્યુમેન્ટ્સ બતાવવા છતાં તેમને ફ્લાઈટ પર ચઢવા દેવાયા ન હતા.
એરપોર્ટનાં અધિકારીઓએ ઘટના પર ઢાંકપીછોડો આ સમગ્ર ઘટના અંગે કેટલાક મુસાફરોએ પોતાની આપવીતી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી. સમગ્ર ઘટના સુરત એરપોર્ટ પર બની આમ છતાં સુરત એરપોર્ટનાં અધિકારીઓએ જાણે હું નથી એમ ઘટના પર ઢાંકપીછોડો કશું બન્યું ન હોવાનો પ્રયાસ કર્યો હતો. સુરત એરપોર્ટ પર આજે દિવાળીના દિવસે ચોક્કસ મુસાફરોને સુરતથી દુબઈની ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટમાં બેસવા દેવાયા નહતા એ મુસાફરોએ ભારે હોબાળો મચાવતા તેમને એવા ચગડોળે ચઢાવાયા કે ઓફર સાંભળીને જ ચક્કર આવી જાય. મુસાફરોને સુરતથી પૂના, પૂનાથી અમદાવાદ અને અમદાવાદથી રાત્રે 2 વાગ્યાની દુબઈની ફલાઈટની ટિકીટ આપવામાં આવી હતી. આ સાંભળીને મુસાફરોએ વાયા બે સ્ટોપ ટિકીટ સ્વીકારવાની જગ્યાએ સીધા જ અમદાવાદથી ટિકીટ આપવા જણાવ્યું હતું.