દિવાળી આવે એટલે દરેકની રૂઢી પ્રમાણે નવા વર્ષ માટે પોતાની પેઢીનો વાર્ષિક હિસાબ કિતાબ રાખવા માટે ચોપડા ખરીદીને વૈદિક પધ્ધતિથી પૂજન અર્ચન કરાતું હોય છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં સંધ્યા સમયે ચોપડા પૂજન કરાયું હતું.
.
યાત્રાધામ શામળાજી મંદિરનો વહીવટ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાય છે. વર્ષ દરમિયાન શામળાજી મંદિરમાં ભક્તો દ્વારા તેમજ દાતાઓ દ્વારા થતી આવક અને વર્ષ દરમિયાન મંદિર દ્વારા કરાતા ઉત્સવો અને મંદિર નિભાવના ખર્ચનો વાર્ષિક હિસાબ રાખવા માટે દર વર્ષે દિવાળીના દિવસે નવા ચોપડા લાવીને મંદિરના પૂજારી દ્વારા પૂજન અર્ચન કરાય છે અને ચોપડા પૂજતી વખતે લાભ સવાયો લક્ષ લાભ બોલીને પૂજન કરાયું હતું. આ પૂજન દરમિયાન ટ્રસ્ટના સભ્યો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.