Govardhan Puja 2024: સંવત 2081ની શુભ શરૂઆત આવતીકાલે થવા જઈ રહી છે. જેને નવ વર્ષ કે બેસતા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતમાં ગોવર્ધન પૂજાનું મહત્ત્વનું છે. જેમાં મંદિરો અને ઘરોમાં ભગવાનને અન્નકૂટના ભોગ ધરાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ, અને ઈષ્ટદેવોની પૂજાનું મહાત્મય છે.
અન્નની દેવી મા અન્નપૂર્ણા માતાની પણ પૂજા કરવામાં આવે છે, જે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ શુભ મુહૂર્તો વચ્ચે ગોવર્ધન પર્વની ઉજવણી કરવામાં આવશે.
આ મૂહુર્તમાં કરી શકો છો પૂજા
- સવારે 8.12 – 9.36 શુભ
- બપોરે 3.09 – 4.33 અમૃત
- રાત્રે 9.10 – 10.46 શુભ
- રાત્રે 10.46 – 12.23 અમૃત
ગોવર્ધન પૂજાના દિવસે શું કરવું જોઈએ?
ગોવર્ધન પૂજાના દિવસે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ.
આ દિવસે તુલસીના છોડ પાસે દીવો અવશ્ય પ્રગટાવો.
આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરો.
ગોવર્ધન પૂજાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની વિધિ પ્રમાણે પૂજા કરવી જોઈએ અને તેમના નામનો જાપ કરવો જોઈએ.
આ દિવસે ગાયની પૂજા અવશ્ય કરો.
આ પણ વાંચોઃ એક ઝાટકે 14 ધારાસભ્યો કરશે પક્ષપલટો! ભાજપમાં ભાગમભાગના અણસાર, દિગ્ગજ નેતાઓ દોડ્યા
ગાયના છાણથી બનેલા વાસણને પ્રગટાવી આખા ઘરમાં ધુમાડાની ધૂણી કરો, જેથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન કૃષ્ણને 56 પ્રકારનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.
પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવો.
ગોવર્ધન પૂજાના દિવસે શું ન કરવું જોઈએ
ગોવર્ધન પૂજાના દિવસે ઘરને ગંદુ ન રાખવું જોઈએ.
આ દિવસે તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
ગોવર્ધન પૂજાના દિવસે કોઈનું અપમાન ન કરવું જોઈએ.
આ સમયગાળા દરમિયાન કાળા રંગના કપડાં ન પહેરવા.
માતા ગાયને ખલેલ પહોંચાડશો નહીં.
આ દિવસે ઘરમાં અંધારું ન હોવું જોઈએ. આમ કરવું અશુભ છે.