43 મિનિટ પેહલા
- કૉપી લિંક
કન્નડ ફિલ્મમેકર ગુરુપ્રસાદનું નિધન થયું છે. પોલીસને તેના બેંગલુરુવાળા એપાર્ટમેન્ટમાંથી સડી ગયેલી હાલતમાં લાશ મળી છે. અહેવાલો અનુસાર, ગુરુપ્રસાદે થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. તે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો.
એશિયાનેટ ન્યૂઝના અહેવાલ મુજબ, પડોશીઓને ગુરુપ્રસાદના ઘરમાંથી ગંધ આવી રહી હતી. આ પછી તેઓએ પોલીસને આ બાબતે જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને ગુરુપ્રસાદ સીલિંગ ફેન સાથે લટકતો જોવા મળ્યો હતો. જેના પરથી જાણી શકાય છે કે તેને થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી.
ડાયરેક્ટરની આત્મહત્યાનું કારણ શું છે? પોલીસે કેસ નોંધ્યો છે અને ડાયરેક્ટરના મૃત્યુનું ચોક્કસ કારણ શોધવા માટે તપાસ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફિલ્મમેકર પર ઘણું દેવું હતું. લેણદારો તેમના પર દબાણ કરી રહ્યા હતા. તેની સામે કોર્ટમાં ઘણા પણ કેસ પેન્ડિંગ છે. તાજેતરની તેની ફિલ્મ ‘રંગનાયકા’ ફ્લોપ થઈ, જેના કારણે તે ડિપ્રેશનમાં ગયો. આ બધાથી કંટાળીને ગુરુપ્રસાદે પોતાનું જીવન ટૂંકાવ્યું. ગુરુપ્રસાદે વર્ષ 2006માં ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું.
ગુરુપ્રસાદે થોડા સમય પહેલા કર્યા હતા બીજા લગ્ન 52 વર્ષના ગુરુપ્રસાદે થોડા સમય પહેલા બીજા લગ્ન કર્યા હતા. આપઘાતના દિવસે તેની પ્રેગ્નેન્ટ પત્ની તેના મામાના ઘરે ગઈ હતી.
દિગ્દર્શક હોવા ઉપરાંત તે એક્ટર પણ હતો ગુરુપ્રસાદનો જન્મ 2 નવેમ્બર 1972ના રોજ બેંગલુરુ, કર્ણાટકમાં થયો હતો. ગુરુપ્રસાદે 2006માં ફિલ્મ ‘માતા’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ પછી ફિલ્મ ‘અદેલુ મંજુનાથ’નું નિર્દેશન કર્યું, જે પણ હિટ રહી.
દિગ્દર્શન સિવાય ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે પણ કામ કર્યું છે. ગુરુપ્રસાદે 2014 માં ‘બિગ બોસ કન્નડ’ની બીજી સીઝનમાં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી હતી. આ દિવસોમાં તે ફિલ્મ ‘અડેમી’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. હવે ગુરુપ્રસાદના નિધન બાદ આ ફિલ્મનું શૂટિંગ અધૂરું રહી ગયું છે.
ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી આ ખબર પણ વાંચો….
બોબી દેઓલની ‘કંગુવા’ના એડિટરનું રહસ્યમય મોત: 43 વર્ષના નિષાદ યુસુફની લાશ મળતા સનસનાટી
ૃસૂર્યા અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ ‘કંગુવા’ના એડિટરનું રહસ્યમય મોત થયું હતું. નિશાદ યુસુફ 30 ઓક્ટોબર બુધવારે કોચીમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. નિષાદ યુસુફના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક છવાયો છે. જ્યારે પોલીસે નિશાદ યુસુફના મૃત્યુની તપાસ શરૂ કરી છે, તો તેની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હેડલાઇન્સ બની રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર…..