સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપની ઈન્ડિયા-A પર બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો છે. આ આરોપો ઓસ્ટ્રેલિયા-A વિરુદ્ધ મેકે, ક્વીન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી પ્રથમ અન-ઑફિશિયલ ટેસ્ટ દરમિયાન લગાવવામાં આવ્યા છે. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન જાહેર કરીને તેને ફગાવી દીધું છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે અમ્પાયરે બોલ બદલ્યો હતો કારણ કે બોલનો આકાર બગડી ગયો હતો. મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા-Aને જીતવા માટે 86 રનની જરૂર હતી. બોલ ટેમ્પરિંગના આરોપમાં ફિલ્ડ અમ્પાયરોએ બોલ બદલ્યો ત્યારે વિવાદ થયો હતો. આના પર ભારતીય ખેલાડીઓ અમ્પાયરો સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
અમ્પાયર શોન ક્રેગને સ્ટમ્પ માઈક્રોફોન પર એમ કહેતા સંભળાયા, ‘જ્યારે તમે તેને (બોલ) ઘસશો, ત્યારે અમે બોલ બદલીએ છીએ. વધુ ચર્ચા નહીં, રમત ચાલુ રાખવા દો. આ ચર્ચાનો વિષય નથી. જ્યારે ભારતીય ખેલાડીઓએ ફરી એકવાર પૂછ્યું કે શું તેમને નવા બોલથી રમવું પડશે તો અમ્પાયરે કહ્યું કે તેઓ એ જ બોલથી રમશે.
અન-ઑફિશિયલ ટેસ્ટ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવે છે, પરંતુ તેને ICCની માન્યતા નથી. તેના આંકડા ICC રેકોર્ડમાં નોંધાયેલા નથી.
બોલ બદલ્યા બાદ ફિલ્ડ અમ્પાયર શોન ક્રેગ સાથે વાત કરતા ભારતીય ખેલાડીઓ.
ઈશાન કિશને અમ્પાયરના નિર્ણય સાથે અસંમતિ વ્યક્ત કરી સમાચાર એજન્સી એપી અનુસાર, વિકેટકીપર ઈશાન કિશનને અમ્પાયર ક્રેગના નિર્ણય સાથે અસંમત હોવાના અહેવાલ મળ્યા છે. કિશને કહ્યું, ‘આ મૂર્ખામીભર્યો નિર્ણય છે.’ અમ્પાયરે કહ્યું કે ‘તમને અસંમતિ માટે જાણ કરવામાં આવશે. આ અયોગ્ય વર્તન છે. તમારી (ટીમની) ક્રિયાઓને કારણે અમે બોલ બદલ્યો છે.’
ભારતીય ખેલાડીઓ પાસેથી ચાર્જ લેવામાં આવશે નહીં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નિવેદનમાં કહ્યું કે ઈશાન કિશન અને અન્ય ખેલાડીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. મેચ રેફરીએ કોઈને દોષિત ગણાવ્યા નથી. આચારસંહિતા અનુસાર, જો ઈન્ડિયા- A જાણીજોઈને બોલની સ્થિતિમાં ફેરફાર કરે છે, તો તેમાં સામેલ ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવી શકાય છે.
ઓસ્ટ્રેલિયા-A એ મેચ 7 વિકેટે જીતી લીધી ઓસ્ટ્રેલિયા-A એ આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. કેપ્ટન નાથન મેકસ્વીનીએ 88 રનની અણનમ ઇનિંગ રમી અને 225 રનનો ટાર્ગેટ 3 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો. આ પહેલા ઈન્ડિયા-A એ બીજી ઇનિંગમાં 312 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 103 રનની સદીની ઇનિંગ રમી હતી, જ્યારે દેવદત્ત પડિકલે 88 રન બનાવ્યા હતા.